NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની મળી ધમકી

|

Aug 19, 2022 | 11:29 AM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે.

NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની મળી ધમકી
Sameer Wankhede, Former NCB officer ( file photo)

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. ‘અમન’ નામના ટ્વિટર હેન્ડલે 14 ઓગસ્ટે સમીર વાનખેડેને મેસેજ કર્યો હતો. મેસેજમાં વ્યક્તિએ લખ્યું, “તમે જાણો છો કે તમે શું કર્યું છે, તમારે આ માટે ભોગવવું પડશે… તમને ખતમ કરી દેવાશે”. આ પછી સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસનો (Goregaon Police) સંપર્ક કર્યો અને તેઓ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. ગઈ કાલ ગુરુવારે સમીર વાનખેડેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેએ NCP નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધ્યાના બીજા જ દિવસે તેને આ ધમકી મળી હતી. સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ, તેમણે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ તાજેતરમાં જ FIR નોંધાવી છે. વાનખેડેએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. હવે ગોરેગાંવ ડિવિઝનના એસીપી આ મામલાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે સમીર વાનખેડેએ SC-ST એક્ટ હેઠળ આ કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં આર્યન ખાનની ધરપકડ બાદ મલિકે મંત્રી હોવા છતાં વાનખેડે પર એસસી એસટીના નકલી દસ્તાવેજો બનાવીને નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો હતો અને વાનખેડેને મુસ્લિમ ગણાવ્યો હતો.

હવે તાજેતરમાં જ એસસી-એસટી કમિશને આ મામલે વાનખેડેને ક્લીનચીટ આપી છે. એસસી-એસટી કમિશન તરફથી ક્લીનચીટ મળ્યા બાદ, તરત જ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આવી સ્થિતિમાં નવાબ મલિક જે, ડી કંપનીની પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે ખરીદવા અને મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં છે. હવે આ નવી FIR નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો કરશે પરંતુ મુંબઈમાં ફરી એકવાર મલિક VS વાનખેડે પાર્ટ 2 શરૂ થશે.

Next Article