Parambir Singh Case: પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ધરપકડ ન કરવાનો આદેશ

|

Dec 06, 2021 | 6:56 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. પરમબીર સિંહની ધરપકડ ન કરવાના આદેશને યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે પરમબીર સિંહની ધરપકડ ન કરવા અને તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવા છતાં તપાસ ચાલુ રાખવા જણાવાયું છે. આગામી વધુ સુનાવણી 11મી ડિસેમ્બરે થશે.

Parambir Singh Case: પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ધરપકડ ન કરવાનો આદેશ
Former Mumbai Police Commissioner Parambir Singh (file photo).

Follow us on

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને (Former Mumbai Police Commissioner Parambir Singh ) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળી છે. પરમબીર સિંહની ધરપકડ ન કરવાના આદેશને યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે પરમબીર સિંહની ધરપકડ ન કરવા અને તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવા છતાં તપાસ ચાલુ રાખવા જણાવાયું છે. આગામી સુનાવણી 11મી ડિસેમ્બરે થશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે પરમબીર સિંહ સામેના આરોપોની તપાસ પોલીસ દ્વારા કરવામાં ન આવે અને અન્ય તપાસ એજન્સીને સોંપવામાં આવે.

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શનના આદેશની નકલ પરમબીર સિંહને મળી ચુકી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ દ્વારા આ રાહત ન આપવામાં આવી હોત તો તેમની ધરપકડ થઈ ચુકી હોત. આવી સ્થિતિમાં આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર તમામની નજર ટકેલી હતી. સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની ધરપકડ ન કરવાના આદેશને યથાવત રાખ્યો છે. અગાઉ પણ પોલીસ કમિશનરને રાહત મળી છે.

પરમબીર સિંહ વિરુદ્ધ પાંચ કેસ નોંધાયેલા છે

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પરમબીર સિંહ પર મુંબઈ અને થાણેના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં વસુલી અને જાતિય શબ્દોના આધારે અપશબ્દો દેવા જેવા અનેક આરોપો હેઠળ કેસ નોંધવામા આવ્યા છે. ગયા સોમવારે સુપ્રીમ કોર્ટે તેમને ખંડણીના કેસમાં ધરપકડથી સંરક્ષણ આપ્યું હતું. આદેશ પસાર કરતી વખતે કોર્ટે પરમબીર સિંહને હાજર રહેવા અને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ધરપકડમાંથી મુક્તિની મુદત 6 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી હતી. તે સમયગાળો ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે.

પોલીસ ઈન્સ્પેક્ટર ભીમરાજ ઘડગેએ આરોપ લગાવ્યો છે કે તેમને પરમબીર સિંહ દ્વારા ખોટી એફઆઈઆર નોંધીને હેરાન કરવામાં આવ્યા હતા. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે પરમબીર સિંહ દ્વારા તેને જાતિવાદી અપશબ્દો કહેવામાં આવ્યા છે. ભીમરાજ ઘડગેએ આરોપ મૂક્યો છે કે જ્યારે પરમબીર સિંહ થાણેના પોલીસ કમિશનર હતા, ત્યારે તેમને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક બિલ્ડરને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં ઘણા લોકોના નામ દબાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરમબીર સિંહનું કહેવાનું ન માનવા બદલ, તેમના વિરુદ્ધ ઘણા ખોટા આરોપો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત ન થયા ત્યાં સુધી તેમને કોઈપણ કારણ વગર 14 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયાના ઘરની બહાર વિસ્ફોટક ભરેલ વાહન મળી આવ્યું હતું અને પછી તે વાહનના માલિક મનસુખ હિરેનની હત્યાના આરોપમાં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરવામાં આવ્યા બાદ પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી.

મુંબઈના પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા હતા. આ પછી અનિલ દેશમુખે ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને તેમની સામે તપાસ શરૂ થઈ. આ પછી દેશમુખના અન્ય મની લોન્ડરિંગના કેસ પણ ખુલવા લાગ્યા.

બીજી તરફ રાજ્ય સરકાર મુંબઈ અને થાણેના કેટલાક બિલ્ડરો અને પોલીસ અધિકારીઓ તરફથી પરમબીર સિંહ સામે પણ ઘણા કેસ નોંધાયા. આ બધા વચ્ચે પરમબીર સિંહ અચાનક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. છ મહિના પછી, જ્યારે તેમને સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી, ત્યારે તેઓ તપાસ અને પૂછપરછ માટે તૈયાર થયા અને હાજર થયા.

આ પણ વાંચો :  Money Laundering Case : આ બોલિવૂડ અભિનેત્રીની વધી મુશ્કેલી ! ED એ સુકેશ ચંદ્રશેખર સહિત બે અભિનેત્રીઓ સામે દાખલ કરી ચાર્જશીટ

Next Article