48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય

|

Feb 08, 2024 | 11:10 PM

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. 48 વર્ષ સુધી કોંગ્રેસના સદસ્ય રહ્યા બાદ હવે તેમણે પાર્ટીને અલવિદા કહી દીધી છે. સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય

Follow us on

મહારાષ્ટ્રના પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દકીએ પણ હવે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાંથી તેમણે તેમનુ રાજીનામુ આપ્યુ છે. 48 વર્ષ સુધી સતત કોંગ્રેસના સદસ્ય રહ્યા બાદ હવે તેમણે પાર્ટી છોડી દીધી છે. તેમના આ નિર્ણયે સહુ કોઈને ચોંકાવી દીધા છે. રાજીનામુ આપ્યા બાદ તેમણે જણાવ્યુ કે એવુ ઘણુ છે જે તે જણાવવા માગે છે. પરંતુ કહેવાય છે કે કેટલીક વાતો વણકહેવાયેલી રહે તો જ સારુ.

48 વર્ષ બાદ બાબા સિદ્દીકીએ કોંગ્રેસ પાર્ટીને કહી અલવિદા

સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પોસ્ટમાં પૂર્વ રાજ્યમંત્રી સિદ્દીકીએ જણાવ્યુ કે ‘એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થયા હતા અને 48 વર્ષો સુધી ચાલનારી આ એક મહત્વપૂર્ણ યાત્રા રહી છે. આજે તત્કાલ પ્રભાવથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામુ આપી રહ્યો છુ.’

1 ફેબ્રુઆરી ધારાસભ્ય પુત્ર જીશાન સાથે અજીત પવારને મળ્યા હતા સિદ્દીકી

બાબા સિદ્દીકીએ કહ્યુ નિર્ણય મે સમજી વિચારીને લીધો છે. જો કે હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે સિદ્દીકીના મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી પાર્ટીમાં સામેલ થવાની અટકળો છે. સિદ્દીકી અને તેમના ધારાસભ્ય પુત્ર જીશાનની એક ફેબ્રુઆરીએ પવાર સાથેની મુલાકાત બાદ આ અટકળો લગાવવામાં આવી રહી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બીએમસીના કોર્પોરેટર તરીકે શરૂઆત કરી સક્રિય રાજકારણમાં આવ્યા હતા સિદ્દીકી

બાંદ્રા પશ્ચિમથી ત્રણ વાર ધારાસભ્ય રહી ચુકેલા સિદ્દીકી પૂર્વ રાજ્યમંત્રી હતા. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ ડિવિઝનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમણે રાજનીતિની શરૂઆત એક વિદ્યાર્થી નેતાના રૂપે કરી હતી અને પ્રથમવાર બીએમસીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી બનશે ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી, સાત વિદેશી ભાષાના શરૂ થશે ડિગ્રી-ડિપ્લોમાં કોર્સ

વર્ષ 2014માં ભાજપના આશિષ શેલાર સામે હાર્યા હતા સિદ્દીકી

સિદ્દીકી વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના અધ્યક્ષ આશીષ શેલાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article