Mumbai Fire : મુંબઈની અશોક મિલ પરિસરમાં લાગી આગ, એક મહિલાનું થયું મોત

|

Feb 01, 2023 | 6:36 PM

Mumbai Fire : મુંબઈની (Mumbai) ધારાવી વિસ્તારમાં અશોક મિલ સંકુલમાં બુધવારે લાગેલી મોટી આગમાં 62 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે.

Mumbai Fire : મુંબઈની અશોક મિલ પરિસરમાં લાગી આગ, એક મહિલાનું થયું મોત
Mumbai Fire

Follow us on

Mumbai Fire:  મુંબઈના ધારાવી વિસ્તારમાં અશોક મિલ સંકુલમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. બીએમસી તરફથી મળેલી માહિતી મુજબ આગ ઈલેક્ટ્રીકલ વાયર, ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન, મશીનરી અને કપડામાં ફેલાઈ ગઈ હતી. ફાયરની 5 ગાડીઓ સ્થળ પર હાજર છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે મુંબઈમાં ધારાવી સ્લમ કોલોનીમાં સ્થિત કેટલાક ટેક્સટાઈલ યુનિટમાં લાગેલી આગમાં 62 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.

વધુમાં તેમણે કહ્યું અશોક મિલ સંકુલમાં બે માળની ઈમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઓછામાં ઓછા ચારથી પાંચ ફ્લોર આગથી પ્રભાવિત થયા હતા. આગ બપોરે લાગી હતી.હતું. આગ કપડાના એકમોમાં ઈલેક્ટ્રિકલ વાયરિંગ, ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન, મશીનરી અને કપડાં સુધી મર્યાદિત હતી.

આ પણ વાંચો : Maharashtra News: મહારાષ્ટ્રમાં હ્રદય કંપાવનારી ઘટના, ટ્રાફિકથી ઘબરાયેલા હરણો પુલ પરથી નીચે ખાબકતા 12નાં મોત, જુઓ VIDEO

લેવલ 1ની લાગી હતી આગ

આગ ઓલાવતી વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર બાથરૂમમાં એક મહિલા ફસાયેલી મળી આવી હતી. તેને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તે મહિલાને મૃત જાહેર કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તે લેવલ 1ની આગ હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ લેવલ 1 ની આગને નાનો ઈમરજન્સી કોલ ગણવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર અને બે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે, આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.

થોડા દિવસ પહેલા શહેરના સાયન કોલીવાડામાં બપોરે 19 માળની હાઈરાઈઝમાં આગ લાગી હતી. ઓમ શિવ શક્તિ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. ચાર ફાયર ટેન્ડર, એક જમ્બો વોટર ટેન્કર અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી આવી હતી. આ ઈમારત સાયન કોલીવાડા વિસ્તારમાં એમએ રોડ પર આવેલી છે. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે આગ ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રીક ઈન્સ્ટોલેશન, ઘરની ચીજવસ્તુઓ વગેરે સુધી સીમિત હતી.

Next Article