મહારાષ્ટ્રઃ BJP ધારાસભ્ય ગણેશ નાઈકને શોધી રહી છે પોલીસ, બળત્કાર સહિતના નેતાજી પર આરોપ

|

Apr 20, 2022 | 9:54 AM

પોલીસે BJP ધારાસભ્ય ગણેશ નાઈકના (ganesh naik) ઘર, ઓફિસ અને મુરબાડના ફાર્મ હાઉસમાં જઈને તેની શોધખોળ કરી હતી, પરંતુ હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી.

મહારાષ્ટ્રઃ BJP ધારાસભ્ય ગણેશ નાઈકને શોધી રહી છે પોલીસ, બળત્કાર સહિતના નેતાજી પર આરોપ
BJP leader Ganesh Naik (File Photo)

Follow us on

ભાજપના નવી મુંબઈના(Mumbai)  નેતા અને ધારાસભ્ય ગણેશ નાઈકને  (Ganesh Naik BJP) ધરપકડનો ખતરો છે. દીપા ચૌહાણ નામની મહિલાની ફરિયાદ (Allegation of a woman) પર તેની સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ નવી મુંબઈ પોલીસ ( Mumbai Police) તેમને શોધી રહી છે જ્યારે ગણેશ નાઈક ધરપકડના ડરને કારણે લાપતા છે . ફરિયાદી મહિલા માંગ કરી રહી છે કે તેની સાથેના સંબંધોથી જન્મેલા પુત્રને તેનો હક એટલે કે પિતાનું નામ આપવામાં આવે.

તમને જણાવવું રહ્યુ કે, નવી મુંબઈની NCP સાથે સંકળાયેલી મહિલા નેતાઓ અને કાર્યકરોએ પણ ગણેશ નાઈક વિરુદ્ધ આંદોલન કર્યું છે. NCP મહિલા કાર્યકરોએ નાઈકની ધરપકડની માગણી સાથે નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની ઑફિસની બહાર પ્રદર્શન કર્યું. મહિલા આયોગે પોલીસને તેમની ધરપકડ કરવા સીધો તાકીદ કર્યો છે.

ટૂંક સમયમાં નેતાજીની થઈ શકે છે ધરપકડ

નવી મુંબઈની નેરુલ પોલીસે નાઈક વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે. આ પહેલા રાજ્ય મહિલા આયોગને સંબંધિત મહિલાએ પણ ફરિયાદ કરી હતી. આ પછી જ મહિલા આયોગના અધ્યક્ષ અને એનસીપી નેતા રૂપાલી ચકાંકરે પોલીસને નાઈકની ધરપકડ કરવાની અપીલ કરી છે. આવી સ્થિતિમાં હવે ગણેશ નાઈકની ધરપકડ લગભગ નિશ્ચિત છે. પરંતુ ગણેશ નાઈક આ ડરથી ગાયબ થઈ ગયા છે. પોલીસે તેના ઘર, ઓફિસ અને મુરબાડના ફાર્મ હાઉસમાં જઈને તેની શોધખોળ કરી હતી, પરંતુ હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ગણેશ નાઈકે પીછેહઠ કરી

પીડિત મહિલાનું કહેવું છે કે તે તેના પુત્રને ન્યાય મેળવવા માટે લડી રહી છે. છેલ્લા 27 વર્ષથી તે ગણેશ નાઈક સાથે રિલેશનશીપમાં છે.તેણે કહ્યું કે, નાઈકે ખાતરી આપી હતી કે જ્યારે દીકરો પાંચ વર્ષનો થશે, ત્યારે તે તેને તેનું નામ આપશે. પરંતુ બાદમાં ગણેશ નાઈકે પીછેહઠ કરી હતી અને કોઈ આર્થિક મદદ કરી ન હતી.તેથી હવે તે તેના અધિકાર માટે લડી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : મહારાષ્ટ્રની ઠાકરે સરકાર જૂન મહિના પહેલા પડી જશે, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદનથી રાજકીય વર્તુળમાં ખળભળાટ

Published On - 9:54 am, Wed, 20 April 22

Next Article