પશુ અથડાવવાની ઘટનાઓ નિવારવા ‘વંદે ભારત’ રૂટ પર ફેન્સીંગ કામ શરૂ, રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો Video

|

Jan 30, 2023 | 8:22 AM

એક રિપોર્ટ અનુસાર સૌથી પહેલા મુંબઈ-અમદાવાદ ટ્રેક રૂટ પર મેટલ બેરિયર્સ લગાવીને ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગયા વર્ષે, વંદે ભારત ટ્રેન સાથે સતત પશુઓ અથડાયાના અહેવાલો આવ્યા હતા.

પશુ અથડાવવાની ઘટનાઓ નિવારવા વંદે ભારત રૂટ પર ફેન્સીંગ કામ શરૂ, રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો Video
Fencing work has started on Vande Bharat route, Railway Minister of the country shared the video on social media

Follow us on

ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનના રૂટ પર ફેન્સીંગનું કામ શરૂ કરી દીધું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક અહેવાલ આવ્યો હતો કે પશુઓને ટ્રેનથી બચાવવા માટે રેલવે ટ્રેકની બંને બાજુ ફેન્સીંગ કરવામાં આવશે. હાલમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘વંદે ભારત રૂટ પર ફેન્સીંગ કામ શરૂ થઈ ગયું છે.’ આ પોસ્ટ સાથે તેમણે વંદે ભારત ટ્રેનનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં વંદે ભારત ટ્રેન, રેલવે ટ્રેક પરથી પસાર થતી જોવા મળે છે. સાથે જ ટ્રેકની બંને બાજુ મેટલ ફ્રેમ ફેન્સીંગ કરેલુ જોવા મળે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વીજળી મોંઘી થશે ! વીજ કંપનીએ 37 ટકા વીજ દર વધારવાની દરખાસ્ત કરી

એક રિપોર્ટ અનુસાર સૌથી પહેલા મુંબઈ-અમદાવાદ ટ્રેક રૂટ પર મેટલ બેરિયર્સ લગાવીને ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગયા વર્ષે, વંદે ભારત ટ્રેન સાથે સતત પશુઓ અથડાયાના બનાવ બન્યા હતા. ત્યાર બાદ રેલ્વે મંત્રાલયે ફેન્સીંગ લગાવવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, એવું જાણવા મળ્યું હતું કે પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર મે સુધીમાં ફેન્સીંગ કાર્ય પૂર્ણ કરાશે, જેથી પ્રાણીઓ રેલવે પાટા પર ન આવે અને ટ્રેનને તેમજ પ્રાણીને કોઈ નુકસાન ન થાય.

Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ

 

મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં ચાર વાર પ્રાણીઓ આ ટ્રેનની અડફેટમાં આવી ચૂક્યા છે. આ ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં પશ્ચિમ રેલવેએ આ પગલું ભર્યું છે. ચર્ચગેટ ખાતે રેલવે ઝોન હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, 620 કિલોમીટર લાંબા રેલવે માર્ગ પર ફેન્સીંગ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ કામ માટે અંદાજિત 264 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

4 થી 5 મહિનામાં કામ પૂર્ણ થશે

વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેન્સીંગ કોંક્રીટની દિવાલોથી નથી બનાવવામાં આવી રહી, પરંતુ તે મેટલની રેલીંગ દ્વારા બનાવવામાં આવી રહી છે. રેલવેએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોના નિર્માણ સમયે આવી ફેન્સીંગ કરવામાં આવે છે. જ્યાં અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. રેલવેએ એમ પણ કહ્યું કે તેનું કામ આવતા 4 થી 5 મહિનામાં પૂર્ણ થશે.

Next Article