મુંબઈ ટ્રાફીક પોલિસનું નવું અભિયાન, બુધવારે કરશો આ કામ તો મુકાઈ જશો મુશ્કેલીમાં

પોલીસ કમિશનર સંજય પાંડેએ (Sanjay Pandey) હેલ્મેટ વિના મુસાફરી કરનારા અને કોઈપણ કારણ વગર હોર્ન વગાડનારાઓ સામે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહીમાં વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈ ટ્રાફીક પોલિસનું નવું અભિયાન, બુધવારે કરશો આ કામ તો મુકાઈ જશો મુશ્કેલીમાં
No Honk Day (Symbolic Image)
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:52 PM

મુંબઈ: આપણે જાણીએ છીએ કે દિવસભરના અવાજો ખાસ કરીને વાહનના હોર્નના કર્કશ અવાજ કાનને નુક્સાન પહોચાડે છે તેમજ સતત આ પ્રકારનું અવાજયુક્ત વાતાવરણ માનસિક અસ્વસ્થ બનાવે છે. ત્યારે મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા બેકાબૂ ડ્રાઈવરોને શિસ્તબદ્ધ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં, કારણ વગર હોર્નનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહીની ઝડપ વધી રહી છે, ત્યારે હવે મુંબઈ પોલીસ દ્વારા દર બુધવારે ‘નો હોર્કિંગ ડે’ (No Honk Day) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, મુંબઈ પોલીસ (Mumbai Police) કોઈપણ કારણ વગર હોર્ન વગાડનારાઓ સામે વિશેષ અભિયાન ચલાવશે.

પોલીસ કમિશનર સંજય પાંડેએ હેલ્મેટ વિના મુસાફરી કરનારા અને કોઈપણ કારણ વગર હોર્ન વગાડનારાઓ સામે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહીમાં વધારો કરવામાં આવ્યો છે. દરરોજ 500 થી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા અઠવાડિયાથી શનિવારે બે કલાક સુધી હોર્ન ન વગાડવાનું આભીયાન જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પોલીસ દ્વારા દર બુધવારને ‘નો હોર્કિંગ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

 

આ દિવસે, મુંબઈના તમામ પરિવહન વિભાગોના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકો તેમના પરિવહન વિભાગની મર્યાદામાં આ દિવસે વિશેષ અભિયાન ચલાવશે. આ અંતર્ગત સિગ્નલ પર થોભનારા વાહનચાલકોને નો હોર્કિંગ ડે અંતર્ગત બનાવવામાં આવેલા સંકેતો, બેનરો બતાવવામાં આવશે. માઈક દ્વારા ટ્રાફીક પોલિસ દ્વારા વાહનચાલકોનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત એક અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, કારણ વગર હોર્ન વગાડનારાઓ સામે મોટા પ્રમાણમાં ચલણની કાર્યવાહી કરવામાં આવશે.

ચોકીમાં બેસાડીને માર્ગદર્શન આપવામાં આવશે

કોઈપણ કારણ વગર હોર્ન વગાડનાર વાહનચાલકને દંડની સાથે મુંબઈ ટ્રાફિક પોલીસ ચોકી પર બેથી ત્રણ કલાક બેસાડીને ટ્રાફિક નિયમોનું જ્ઞાન આપવામાં આવશે. અગાઉ કમિશનરે કહ્યું હતું કે તેમણે યોગ્ય રીતે સાંભળ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જે મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વધતા જતા અવાજનું પ્રદૂષણ નાનાથી લઈને વૃદ્ધ સુધી લગભગ દરેકને અસર કરે છે. ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે હવે મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. આ પહેલા પણ મુંબઈ પોલિસે શનિવારે સાંજે 5 થી 7 વાગ્યા સુધી કારણ વગર હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુક્યો હતો અને વિશેષ અભિયાન પણ ચલાવ્યુ હતું.

Published On - 7:41 pm, Wed, 1 June 22