નવાબ મલિકને ED દ્વારા વધુ એક ઝટકો, મુંબઈ અને ઉસ્માનાબાદમાં મિલકત જપ્ત

પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટો સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી અને હવે મુંબઈ અને ઉસ્માનાબાદમાં તેમની મિલકતો જપ્ત (Property Seized) કરવામાં આવી છે.

નવાબ મલિકને ED દ્વારા વધુ એક ઝટકો, મુંબઈ અને ઉસ્માનાબાદમાં મિલકત જપ્ત
Nawab Malik
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:53 PM

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને (Nawab Malik NCP) વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટો સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી અને હવે મુંબઈ અને ઉસ્માનાબાદમાં તેમની મિલકતો જપ્ત (Property Seized) કરવામાં આવી છે. ઈડી દ્વારા નવાબ મલિકની મુંબઈની કુર્લા સ્થિત ગોવાવાલા કમ્પાઉન્ડ અને બાંદ્રાની મિલકતો જપ્ત કરવામાં આવી છે. નવાબ મલિકની કુલ આઠ મિલકતો એટેચ કરવામાં આવી છે. હાલમાં તે આર્થર રોડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નવાબ મલિકની જે મિલકતો ED દ્વારા જપ્ત કરવામાં આવી છે તેની બજાર કિંમત કરોડો રૂપિયા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં દિવસના 8 કલાક લોડશેડિંગ, મુંબઈમાં પણ વીજળી સંકટનો ખતરો વધ્યો, કોલસાની તંગી યથાવત