મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે મોડી રાત્રે મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા. આ મુલાકાત મુખ્યપ્રધાનના મુંબઈના ‘વર્ષા’ બંગ્લામાં થઈ. બંને નેતાની વચ્ચે લગભગ 45 મિનિટ સુધી ચર્ચા ચાલી. સીએમ શિંદે અને ફડણવીસની વચ્ચેની આ મુલાકાતમાં શું થયું? આખરે કઈ વાતો પર થઈ ચર્ચા? તે હાલમાં કોઈ જાણી શક્યું નથી. આખરે ફડણવીસને મુખ્યપ્રધાન શિંદેને અડધી રાત્રે કેમ મળવાની જરૂર પડી? તે સવાલ બધા કરી રહ્યા છે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ હાજર રહ્યા.
હાલમાં માત્ર 3 વાત સમજમાં આવી રહી છે. એક શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેનાના નામ અને નિશાન પર ઠાકરે અને શિંદે જૂથમાં ચાલી રહેલા વિવાદને લઈ સુનાવણી કરી. સૂત્રો મુજબ મુલાકાતનું એક કારણ એ પણ હોય શકે છે કે ચર્ચા તે વાત થઈ હોય કે ચૂંટણી પંચનો જ્યારે નિર્ણય આવશે, ત્યારબાદની રણનીતિ હશે?
બીજી જે સામાન્ય વાતચીતનું કારણ હોય શકે છે કે 23 જાન્યુઆરીએ બાલાસાહેબ ઠાકરેની જયંતીના દિવસે વિધાનભવનમાં તેમનું એક ઓઈલ પેન્ટિંગ લગાવવામાં આવશે. તે સંબંધિત એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ વિધાનભવનમાં આયોજિત કરવામાં આવશે.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ક્ષતિ થઈ ? મુંબઈની સભામાં હાજર નકલી NSG જવાન ઝડપાયો
રાહુલ નાર્વેકર પણ હાજર હતા, ત્યારે તે પણ એક કારણ હોય શકે છે. કારણ કે આ વિશે વિવાદ થયો હતો કે નિમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ જ નથી. જે બાલાસાહેબ ઠાકરેના પુત્ર છે. તેની પર રાહુલ નાર્વેકરે જવાબ આપ્યો હતો કે પ્રોટોકોલ હેઠળ કાર્ડમાં તેમનું નામ લખવામાં આવ્યું નથી પણ નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
તેની પર ઠાકરે જૂથ તરફથી સંજય રાઉતે કહ્યું હતું કે વીર સાવરકરને લઈ આવા કાર્યક્રમમાં અઘાડી સરકારે સાવરકર પરિવારને નિમંત્રણ પ્રોટોકલ હેઠળ મોકલ્યું હતું. ત્યારે ત્રીજુ કારણ એ પણ હોય શકે છે કે શિંદે જૂથના ઘણા નેતાઓના નિવેદન મુજબ જાન્યુઆરીના આખરમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં મંત્રીમંડળનો વિસ્તાર થવાનો છે.
મળતી માહિતી મુજબ વધુ 10 મંત્રીઓને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી શકે છે પણ શિવસેનાનું નામ અને નિશાનના વિવાદની વાત કરીએ તો ચૂંટણી પંચ તેની પર 30 જાન્યુઆરીએ સુનાવણી કરશે અને સુપ્રીમ કોર્ટમાં 14 ફેબ્રુઆરી સુનાવણી છે. ત્યારે મંત્રીમંડળ વિસ્તારને હોલ્ડ પર રાખવામાં આવશે કે પછી પસંગીના લોકોને શપથ લેવડાવવામાં આવશે. તે જોવું રહ્યું.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસ બાદ મુખ્યપ્રધાન શિંદે દિલ્હીનો પ્રવાસ કરવાના હતા પણ કોઈ કારણસર તેમનો આ પ્રવાસ કેન્સલ થયો છે. ત્યારબાદ ડેપ્યુટી સીએમ ફડણવીસ મોડી રાત્રે મુખ્યપ્રધાનને મળવા આવ્યા. તે વાત જાણવા માટે પણ લોકો ઉત્સુક છે.