BMC: મુંબઇમાં 22 અને 23 ડિસેમ્બરે પાણી કાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય

|

Dec 20, 2020 | 5:43 PM

બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. […]

BMC: મુંબઇમાં 22 અને 23 ડિસેમ્બરે પાણી કાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય

Follow us on

બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. જેને લઇને મુંબઇઘરાઓને બે દિવસ પાણીને લઇને મુશ્કેલી વેઠવી પડશે.

પેંગાવ, યેવઇ થી આગરા રોડ વાલ્વ કોમ્પલેક્ષ વચ્ચે મરામત કરવામાં આવનાર છે. જે મરામત કાર્ય આગામી મંગળવાર 22 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે શરુ કરવામાં આવશે. જે આગામી બુધવાર સવારે 10 વાગ્યા સુધી ચાલનાર છે. જેને લઇને આ દરમ્યાન ઘાટકોપર અને કુર્લામાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે નહી. પાણી પુરવઠા વિભાગ તરફ થી ક્લોરીન ઇંન્જેકશન પોઇન્ટની પણ મરામત કરવામા આવનાર છે.

BMC ના જણાવ્યા મુજબ ઘાટકોપર અને કુર્લા (N અને L વોર્ડ) માં પાણીનો પુરવઠો સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવશે. જ્યારે, A,B,C,D,E, G-West, H-East, H-West, K-East, K-West, P-North, P-South, R-North, R-South, L, N, S વોર્ડમાં મંગળવાર અને બુધવારે 15 ટકા ઓછું પાણી મળશે. બીએમસીએ તે વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે પાછલા દિવસે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને તેનો કરકસર ભર્યો ઉપયોગ થાય.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

મુંબઇને પ્રતિદીન 3,950 મિલીયન લીટર પાણી ના પુરવઠાની આવશ્યકતા રહે છે. જે માટે મુંબઇને પાણી પુરુ પાડતા જળાશયોમાં લઘુત્તમ 14,47,363 મિલીયન લીટર પાણી હોવુ જરુરી છે. BMC નુ કહેવુ છે કે, આ વર્ષે ચોમાસામાં પર્યાપ્ત વરસાદને લઇને મુંબઇને પાણીને લઇને ચિંતાનુ અન્ય કોઇ કારણ નથી.

 

Next Article