Mumbai Airport: DRI અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી 6.2 કરોડની કિંમતનું 10 કિલો સોનું જપ્ત કર્યુ

|

Jun 05, 2023 | 8:54 AM

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પહેલા કિસ્સામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહથી મુંબઈ પહોંચેલા બે મુસાફરોને રોકવામાં આવ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા આ મુસાફરોની તપાસ દરમિયાન 24 કેરેટની 8 સોનાની લગડીઓ મળી આવી હતી.

Mumbai Airport: DRI અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી 6.2 કરોડની કિંમતનું 10 કિલો સોનું જપ્ત કર્યુ
Mumbai airport

Follow us on

Mumbai: UAEના શારજાહથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટના 2 મુસાફરો તેમની કમરમાં 8 સોનાના બિસ્કિટની બાંધીને લાવ્યા હતા જે અંગે તપાસ થતા ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 6 કરોડથી વધુનું સોનું જપ્ત કર્યું છે. ડીઆરઆઈએ જુદા જુદા કેસમાં કુલ 10 કિલો સોનું જપ્ત કર્યું છે.

 10 કિલો સોનું કમરે બાંધીને લાવ્યા

ડીઆરઆઈ દ્વારા અન્ય એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. સોનાની દાણચોરી કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાસેથી મળી આવેલા સોનાની કિંમત 4 કરોડ 94 લાખ રૂપિયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પહેલા કિસ્સામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહથી મુંબઈ પહોંચેલા બે મુસાફરોને રોકવામાં આવ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા આ મુસાફરોની તપાસ દરમિયાન 24 કેરેટની 8 સોનાની લગડીઓ મળી આવી હતી.

તેનું વજન 10 કિલો હતું. સળિયા કપડાંની અંદર કમરની આસપાસ સંતાડેલા હતા. માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરીને આરોપીના અન્ય સાથીદારની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલા 8 સળિયાની કિંમત 4.94 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

 લેડીઝ પર્સ માંથી મળી આવ્યું સોનું

બીજા કિસ્સામાં, દુબઈથી આવતા ભારતીય મૂળના મુસાફર પાસેથી કુલ 56 લેડીઝ પર્સ મળી આવ્યા છે. તે પર્સમાં સોનું સિલ્વર કલરના મેટલ વાયરમાં કન્વર્ટ કર્યા બાદ લાવવામાં આવ્યું હતું. જે સ્ટ્રીપ તરીકે દેખાતી હતી. આ 56 પર્સમાં જે સ્ટ્રીપ મળી આવી છે. તેમાંથી 2 કિલો 5 ગ્રામ સોનું મળી આવ્યું છે. તેની કિંમત 1 કરોડ 23 લાખ 80 હજાર 875 રૂપિયા છે.

6 કરોડથી વધુની કિંમતનું સોનું રિકવર કરવામાં આવ્યું

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે 6 કરોડ 17 લાખ 80 હજાર 875 રૂપિયાનું સોનું રિકવર કર્યું છે. ડીઆરઆઈએ એરપોર્ટ પર સોનાના દાણચોરોની ધરપકડનો દોર ઝડપી પાડ્યો છે. DRI પકડાયેલા તમામ દાણચોરોની પણ પૂછપરછ કરી રહી છે. ડીઆરઆઈને આશંકા છે કે તેમની પાછળ અન્ય કોઈ મોટા કિંગપિન સામેલ હોઈ શકે છે.

દિલ્હી અને કેરળમાં પણ દાણચોરો મોટી સંખ્યામાં પકડાયા

જણાવી દઈએ કે રાજસ્વ ગુપ્તચર નિર્દેશાલયની ટીમ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ દાણચોરોની ધરપકડ કરતી રહે છે. આ સાથે સૌથી વધુ સોનું કેરળમાં જપ્ત કરવામાં આવ્યું છે. આ દાણચોરો યુએઈ અથવા વિદેશથી આવતી ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં સોનું ગુપ્ત રીતે લાવે છે. ડીઆરઆઈની કડકાઈના કારણે આ તમામ દાણચોરો પર્દાફાશ થાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article