Bageshwar Dham: સાંઈ બાબા પર ટિપ્પણી કરવા બદલ ધીરેન્દ્ર શાસ્ત્રી મુશ્કેલીમાં! ઉદ્ધવ ઠાકરે જૂથે કરી પોલીસ ફરીયાદ

Bageshwar Dham: મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા રાહુલ કનાલે કહ્યું કે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડી સાંઈ બાબા પર ટિપ્પણી કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

Bageshwar Dham: સાંઈ બાબા પર ટિપ્પણી કરવા બદલ ધીરેન્દ્ર શાસ્ત્રી મુશ્કેલીમાં! ઉદ્ધવ ઠાકરે જૂથે કરી પોલીસ ફરીયાદ
Dhirendra Shastri
| Edited By: | Updated on: Apr 04, 2023 | 11:12 AM

Bageshwar Dham: શિરડી સાંઈ બાબા પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા રાહુલ કનાલે આ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. રાહુલ કનાલે પોલીસને પત્ર લખીને શિરડી સાંઈ બાબા પરના નિવેદન બદલ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે.

મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં રાહુલ કનાલે કહ્યું કે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે આવું કર્યું છે. દેશમાં શિરડી સાંઈ બાબામાં લોકોને શ્રદ્ધા છે. તેણે આવા નિવેદનો ન કરવા જોઈએ. તેણે ભૂતકાળમાં પણ શિરડી સાઈ બાબા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા રાહુલ કનાલ શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી છે.

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.

Published On - 9:44 am, Tue, 4 April 23