Delta Plus Variant in Maharashtra: રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં થયો વધારો, 45 કેસ નોંધાયા, 7 જિલ્લામાં હાઈ એલર્ટ

|

Aug 09, 2021 | 6:47 PM

આરોગ્ય મંત્રીએ કહ્યું કે દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવામાં આવે છે અને તેમને લેબમાં મોકલ્યા બાદ જીનોમ સિક્વન્સીંગ દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. આ તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાની માહિતી બહાર આવી છે.

Delta Plus Variant in Maharashtra: રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં થયો વધારો, 45 કેસ નોંધાયા, 7 જિલ્લામાં હાઈ એલર્ટ
File Image

Follow us on

મહારાષ્ટ્રમાં ( Maharashtra) ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus Variant)ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યારે રાજ્યમાં આ સંખ્યા 21થી વધીને 45 થઈ ગઈ છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આપી હતી. આ 45 દર્દીઓમાં 27 પુરુષો અને 18 મહિલાઓ છે. જેમાં 20 દર્દીઓની વય 19 વર્ષથી 45 વર્ષની વચ્ચે છે. રાજ્યમાં રત્નાગિરી, જલગાંવ, પૂણે, થાણે, મુંબઈ, બીડ અને ઔરંગાબાદમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જલગાંવમાં સૌથી વધુ 13, રત્નાગીરીમાં 11, મુંબઈમાં 6, થાણેમાં 5 અને પૂણેમાં 3 દર્દીઓ છે. પરંતુ રાજેશ ટોપેએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. સંબંધિત દર્દીઓને યોગ્ય રીતે સારવાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. તેથી ગભરાવાની જરૂર નથી.

 

આરોગ્ય મંત્રીએ કહ્યું કે દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવામાં આવે છે અને તેમને લેબમાં મોકલ્યા બાદ જીનોમ સિક્વન્સીંગ દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. આ તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાની માહિતી બહાર આવી છે.

 

 

હાલમાં સંક્રમણ દર સ્થિર, વધુ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના દર્દીઓ સાથે જોડાયેલા લોકો અને તેઓ જે સ્થળેથી પસાર થયા છે, તે તમામ સ્થળેથી લોકોને શોધીને તેમનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા (Corona in Maharashtra) સ્થિર છે.

 

 

દરરોજ સાડા પાંચ હજારથી આઠ હજાર પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો દર ઉંચો છે એવા 11 જિલ્લાઓમાં લોકડાઉન સંબંધિત તમામ પ્રતિબંધો હજુ પણ યથાવત છે. આ જિલ્લાઓમાં લેવલ ત્રણના પ્રતિબંધો લાગુ છે. રાજેશ ટોપેએ સામાન્ય લોકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી.

 

 

લોકડાઉનના નિયમોમાં થોડી છૂટછાટ વચ્ચે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા દર્દીઓ

રાજ્યમાં એક તરફ રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સામાન્ય નાગરિકોને 15 ઓગસ્ટથી મુંબઈ લોકલમાં મુસાફરી માટે છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ્સ અને મોલ્સને લઈને પ્રતિબંધો હળવા કરવાના સંકેતો પણ મળ્યા છે. ત્યારે બીજી બાજુ આવા સમયમાં રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની વધતી જતી સંખ્યાએ ચિંતા ઊભી કરી છે.

 

આ પણ વાંચો : લોકસભામાં OBC સંબંધીત 127મું બંધારણ સુધારણા બિલ 2021 રજુ, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો, અમે સાથે છીએ

 

આ પણ વાંચો: ગુજરાત સાયબર સેલે શરૂ કરી એક અત્યાધુનિક સાયબર લેબ, સાયબર ગુના ઉકેલવામાં થશે અત્યંત મદદરૂપ

Next Article