મહાશિવરાત્રીના દિવસે શિવનું ધનુષ ચોરાઈ ગયું છે, ગદારોને કહો કે ચુંટણી મેદાનમાં આવે : ઉદ્ધવ ઠાકરે

|

Feb 19, 2023 | 5:32 PM

ઉદ્ધવ ઠાકરેએ આજે ​​તેમના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ પોતાના સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ દેશદ્રોહીઓને જમનીદોસ્ત કર્યા વિના શાંતિથી બેસી શકશે નહીં.

મહાશિવરાત્રીના દિવસે શિવનું ધનુષ ચોરાઈ ગયું છે, ગદારોને કહો કે ચુંટણી મેદાનમાં આવે : ઉદ્ધવ ઠાકરે
Uddhav Thackeray

Follow us on

શિવસેનાના નામ અને એકનાથ શિંદેના નામ પર ધનુષ અને તીર બાદ આજે ઉદ્ધવ ઠાકરેએ તેમના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. સભા બાદ તેઓ પોતાના બંગલા માતોશ્રીની બહાર આવ્યા અને મુંબઈના કલાનગર ચોકમાં કાર્યકરોને સંબોધિત કર્યા. ખુલ્લી જીપમાં પોતાના સમર્થકો સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘જે ગદાર હતા એ ચાલ્યા ગયા છે. જેઓ વફાદાર હતા તેઓ મારી સાથે રહ્યા. ચૂંટણીમાં ગદારોને પાયમાલ કર્યા વિના શાંતિથી બેસીશું નહીં. ચોરોને પાઠ ભણાવતા રહીશું. મહાશિવરાત્રીના દિવસે શિવનું ધનુષ ચોરાઈ ગયું છે. પરંતુ મહારાષ્ટ્રના લોકો મૂર્ખ નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘જે કપથી અમારુ પવિત્ર ધનુષ બાણ ચોરોને આપ્યું છે, તે જ દંભની નીતિથી આપણું મશાલ ચૂંટણી ચિન્હ પણ છીનવાઇ શકે છે. પરંતુ તમારી તાકાતથી અમે ફરી ભગવો ફેલાવવાની તાકાત ધરાવીએ છીએ.શિવસેનાનો સફાયો નહીં કરી શકાય. ચૂંટણી પંચ આજે ગુલામ બની ગયું છે. સરકારી તંત્ર ગુલામ બની ગયું છે. દેશદ્રોહીઓ ધનુષ અને તીર સંભાળી શકશે નહીં. તે છે શિવ ધનુષ. તેમને સંભાળવાની તેમની ક્ષમતામાં નથી. તે ધનુષ્ય ઉઠાવશે અને તીર તેને જ વાગશે.

‘મર્દ હોય તો ચુંટણી મેદાનમાં ધનુષ- બાણ લઇને ઉતરો, હું મશાલ લઇને ઉતરીશ’

શિંદે જૂથને પડકારતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, દેશદ્રોહીઓને ચૂંટણી મેદાનમાં દાટી દીધા વિના શાંતિથી બેસીશું નહીં. હું દેશદ્રોહીઓને પડકાર આપું છું જો તમે માણસ છો તો ધનુષ અને બાણ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરો. જનતા બતાવશે કે અસલી શિવસેના કોણ છે. ધનુષ્ય અને તીર સંભાળવા મર્દ થવું પડે. આલો ચુંટણીની રણભુમીમાં ખબર પડી જશે કે અસલી મર્દ કોણ છે’ ?

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

‘હું ઝૂક્યો નથી અને ઝૂકીશ નહીં… ચૂંટણીના મેદામાં ગદારોને દાટી દેશું

ગર્જના કરતા ઠાકરેએ કહ્યું, ‘હું ઝુક્યો નથી અને ઝુકિશ પણ નહીં, નમું નહીં. આજ સુધી આ રીતે ચૂંટણી ચિન્હ ક્યારેય કોઈને આપવામાં આવ્યું ન હતું. કોંગ્રેસમાં વિખવાદ થયો ત્યારે એકથી બીજાને ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું ન હતું. બંને જૂથોએ પોતપોતાના નવા ચૂંટણી ચિહ્નો પસંદ કરવાના હતા. જયલલિતાના સમયમાં પણ આવું જ બન્યું હતું. આજે જે બન્યું તે પહેલાં ક્યારેય બન્યું ન હતું. આજે આપણું પવિત્ર ધનુષ્ય અને બાણ અમારી પાસેથી છીનવીને ચોરોને આપવામાં આવ્યા હતા. ચોરોને પાઠ ભણાવતા રહીશું. છત્રપતિ શિવાજી મહારાજનો ભગવો ફરીથી ખભે ખભે લહેરાવાશે. શિવસેના ખતમ ન થઈ શકે, કોઈ ખતમ કરી શકે નહીં.

‘પીએમ મોદીએ બાળાસાહેબનું માસ્ક પહેરીને મહારાષ્ટ્ર આવવું પડશે’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘મહારાષ્ટ્રમાં પીએમ મોદીનું નામ નથી ચાલતું. મહારાષ્ટ્ર આવ્યા બાદ તેમણે બાળાસાહેબ ઠાકરેનું મહોરુ પહેરવું પડે છે. એટલા માટે તેમને શિવસેનાના નામ અને ધનુષ અને તીરની જરૂર હતી. ચૂંટણી પંચે ગુલામ બનીને આ જરૂરિયાત પૂરી કરી. પરંતુ કોઈ ગમે તેટલી પેઢીઓ પ્રયાસ કરે, તેઓ શિવસેનાને ખતમ કરી શકશે નહીં. મહારાષ્ટ્રના લોકો જાણે છે કે માસ્ક કયો છે અને અસલી ચહેરો કયો છે?

‘મારી પાસે આજે તમને આપવા માટે કંઈ નથી, ચૂંટણીની તૈયારી કરો’

ઉદ્ધવ ઠાકરેએ તેમના સમર્થકોને કહ્યું, ‘મારી પાસે આજે તમને આપવા માટે કંઈ નથી. ઉઠો, જાગો, ચૂંટણીની તૈયારી કરો. આ મારો તમને સંદેશ છે. હવે દેશદ્રોહીઓને દાટી દીધા વિના લેવું સહેલું નથી. શિંદે જૂથે અમારા પર ઘણા આક્ષેપો કર્યા. આ બધાને જવાબ આપવાનો છે, આ બધાનો હિસાબ આપવાનો છે, આજથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દો.

Published On - 5:22 pm, Sun, 19 February 23

Next Article