મુંબઈમાં ‘ડબ્બાવાલા ભવન’ નો થયો પ્રારંભ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યુ ઉદ્ધાટન

|

Mar 07, 2022 | 2:55 PM

શિવસેનાની આગેવાની હેઠળના BMCમાં શહેરના ટિફિન સપ્લાયર્સ માટે વેલફેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. શિવસેનાએ 2017ની ચૂંટણી દરમિયાન આ વચન આપ્યું હતું.

મુંબઈમાં ડબ્બાવાલા ભવન નો થયો પ્રારંભ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યુ ઉદ્ધાટન
'Dabbawala Bhawan' inaugurated in Mumbai

Follow us on

મુંબઈ લોકલ (Mumbai Local) જેમ મુંબઈગરાઓની લાઈફ લાઈન છે. તે રીતે મુંબઈના ડબ્બાવાળાની પણ જરૂરીયાત શહેરને છે. મુંબઈના આ ડબ્બાવાળાઓ કઈ રીતે કામ કરે છે, તે વિશે ઘણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. તેમના આ જ કાર્યને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં એક ડબ્બાવાલા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. શિવસેનાની આગેવાની હેઠળના BMCમાં શહેરના ટિફિન સપ્લાયર્સ માટે વેલફેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. શિવસેનાએ 2017ની ચૂંટણી દરમિયાન આ વચન આપ્યું હતું. આ ડબ્બાવાલા ભવન બાંદ્રામાં આવેલું છે. તેનો પ્રારંભ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) કરાવ્યો.

3000 હજાર ચોરસ ફુટના હોલની વ્યવસ્થા

વર્ષ 2020-21ના નાગરિક બજેટમાં શહેરના ડબ્બાવાલા બિલ્ડિંગના નિર્માણ માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ BMCએ જમીન ઉપલબ્ધ ન હોવાનું કારણ આપીને દરખાસ્ત અટકાવી દીધી હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા શિવસેનાએ આ વચન પુરુ કરીને એક દાવ ખેલ્યો છે. આ કારણથી શહેરના ડબ્બાવાલ ભવન માટે બાંદ્રાના શર્લી વિસ્તારમાં 286.3 ચોરસ મીટર જગ્યા આપવામાં આવી છે. ડબ્બાવાલા એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગ શબ્દ ખોટો છે. હાલના બિલ્ડીંગમાં જ ત્રણ હજાર ચોરસ ફૂટના હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર સુહાસ વાડકર, પરીવહન મંત્રી અનિલ પરબ, મ્હાડા અધ્યક્ષ વિનોદ ઘોસાલકર, બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલ, ડેપ્યુટી કમિશ્નર સુરેશ કાકાણી, મુંબઈ ટીફીન બોક્સ સપ્લાયર્સ એશોસિએશનના અધ્યક્ષ રામદાસ કરવાંડે તેમજ મુંબઈ ટીફીન બોક્સ સપ્લાયર્સ ચેરીટી ટ્રસ્ટના અધ્યક્ષ ઉલ્હાસ મુકે હાજર રહ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

BMCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ડબ્બાવાલા ભવન એક સુવિધાજનક સ્થળ છે. આ BMCનું સામાજિક કાર્ય છે. આ ઉદ્ઘાટન દરમિયાન કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ ગાંધી ટોપી પહેરી હતી. તે જ સમયે, મેયર કિશોરી પેડનેકર તેમના શરૂઆતના દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમને એ દિવસો યાદ આવ્યા જ્યારે તેના ભાઈઓ ઘરે આ ડબ્બાવાલાની રોટલી મંગાવતા હતા. તમને જણાવી દઈએ કે આ સેવાનો હેતુ મુંબઈના લોકોને સામાન્ય દરે ભોજન આપવાનો છે.

આ પ્રસંગે આદિત્ય ઠાકરે એ કહ્યું કે મુંબઈના ડબ્બાવાળા શક્તિ અને ભક્તિનું પ્રતિક છે. મુંબઈગરાઓને તેમના પર પુરો વિશ્વાસ છે કારણકે તેઓ સમયસર જમવાનું પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે. આગળ તેમણે કહ્યું કે કોરોનાકાળમાં પણ ડબ્બાવાળાઓએ મુંબઈના લોકોની વિવિધ રીતે સેવા કરી હતી. તેમણે ડબ્બાવાળાઓ માટે ભવન નિર્માણનું વચન કરવા પર સંતોષ વ્યક્ત કર્યો.

 

 

આ પણ વાંચો :  Maharashtra Weather: મુંબઈમાં વાવાઝોડાનો મોટો ખતરો, દરિયામાં શરૂ થઈ હલચલ

Next Article