Cyclone Tauktae: ચક્રવાતની ચેતવણીને કારણે મુંબઈમાં બે દિવસ માટે રસીકરણ સ્થગિત

|

May 15, 2021 | 9:42 AM

શુક્રવારે BMC એ ચક્રવાત તૌક્તે અંગેની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેની COVID-19 રસીકરણ ડ્રાઈવને આગામી બે દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

Cyclone Tauktae: ચક્રવાતની ચેતવણીને કારણે મુંબઈમાં બે દિવસ માટે રસીકરણ સ્થગિત
File Photo

Follow us on

શુક્રવારે BMC એ ચક્રવાત તૌક્તે અંગેની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેની COVID-19 રસીકરણ ડ્રાઈવને આગામી બે દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 અને 16 મેના રોજ કોઈ ઇનોક્યુલેશન કરવામાં આવશે નહીં.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા ના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે, કારણકે ચક્રવાત તૌકતે શહેરની નજીકથી પસાર થવાની આગાહી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મંબઈગરાઓને મુશ્કેલીઓથી બચવા માટેનો નિર્ણય લેવાયો હતો કારણ કે ચક્રવાતને કારણે શહેરમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
હાલમાં, મુંબઈમાં 260 સક્રિય ઇનોક્યુલેશન કેન્દ્રો છે અને અત્યાર સુધી 28,41,349 વ્યક્તિઓને રસી મળી ચુકી છે. ભારતના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત તોકતે સમુદ્ર માર્ગ દ્વારા મુંબઇની નજીક પસાર થવાની સંભાવના છે, જો કે તે સીધો શહેરને નહીં ટકરાય, પરંતુ દેશના આર્થિક રાજધીનીમાં ભારે પવન અને ભારે વરસાદ લાવવાની સંભાવના છે.

Published On - 9:34 am, Sat, 15 May 21

Next Article