Mumbai: 5 કરોડના કોકેઈન સાથે વિદેશી મહિલાની ધરપકડ, 2 કરોડ રૂપિયાનું સોનુ પણ જપ્ત

કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના એરાઈવલ ગેટ હોલ પાસે આરોપી મહિલા બિન્ટુ જાનેહને અટકાવી અને તેની પૂછપરછ કરી છે.

Mumbai: 5 કરોડના કોકેઈન સાથે વિદેશી મહિલાની ધરપકડ, 2 કરોડ રૂપિયાનું સોનુ પણ જપ્ત
Cocaine Worth Of 5 Cr Seized At Mumbai Airport
Image Credit source: ANI
| Edited By: | Updated on: Aug 20, 2022 | 1:59 PM

કસ્ટમ અધિકારીઓએ 5 કરોડના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની ધરપકડ કરી છે. આ 50 વર્ષની વિદેશી મહિલા પાસેથી 500 ગ્રામ કોકેઈન (Cocaine) જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી મહિલાની મુંબઈના (Mumbai) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં ડીઆરઆઈની મુંબઈની ટીમે સોનાની દાણચોરી કરતા પાંચ આરોપીઓને પણ પકડી લીધા છે. તેમની પાસેથી 2 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે આ સમગ્ર કાર્યવાહીની માહિતી આપી છે.

કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના એરાઈવલ ગેટ હોલ પાસે આરોપી મહિલા બિન્ટુ જાનેહને અટકાવી અને તેની પૂછપરછ કરી છે. આ મહિલા ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી મુંબઈ પહોંચી હતી. આરોપી મહિલાએ પોતાની બેગમાં કોકેઈન છુપાવ્યું હતું. સંબંધિત મહિલા આ કોકેઈન મુંબઈના એક પુરુષને આપવાની હતી.

મુંબઈ એરપોર્ટ પર કબુલ્યો ગુનો

પૂછપરછ દરમિયાન બિન્ટુ જાનેહે જણાવ્યું કે તે એક ગરીબ પરિવારની છે. તેને કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈના એક વ્યક્તિને સામાન પહોંચાડવાના બદલામાં કમિશન આપવાનું કહ્યું હતું. આ પેકેટ તેને ઈથોપિયાની રાજધાની અદીસ અબાબામાં સોંપવામાં આવ્યું હતું. પરંતુ આરોપી મહિલાએ આ પેકેટની ડિલિવરી કરનાર વ્યક્તિ વિશે કંઈપણ જાણવાનો ઈનકાર કર્યો હતો. કસ્ટમ અધિકારી સંબંધિત મહિલા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

2 કરોડનું સોનું પણ જપ્ત, 5 આરોપીઓ પાસેથી 4.5 કિલો રિકવર

આ ઉપરાંત કસ્ટમ વિભાગ દ્વારા બુધવારે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી 2 કરોડની કિંમતનું 4.5 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 17 ઓગસ્ટના રોજ ત્રણ અલગ-અલગ કેસોમાં કાલિકટ-મુંબઈ ફ્લાઈટના ટોયલેટ અને સીટમાં સંતાડીને સોનાની દાણચોરી કરતી વખતે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય મુસાફરો શારજાહથી મુંબઈ આવ્યા હતા.

બાકીના બે કેસમાં બે મુસાફરો પોતાના સામાનમાં રાખેલા કપડામાં સંતાડીને સોનાની દાણચોરી કરતા હતા. તે દુબઈથી મુંબઈ પહોંચ્યો હતો. આ પાંચેય આરોપીઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.