મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતા મોહિત કંબોજ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપશે. મોહિત ભારતીયએ આરોપ મૂક્યો હતો કે ધુલેના રહેવાસી સુનીલ પાટીલ ક્રુઝ ડ્રગ્સ કેસનો ‘માસ્ટર માઈન્ડ’ છે અને “મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સહિત NCP નેતાઓ સાથે નજીકના સંબંધો ધરાવે છે”.
આર્યન ખાન કેસને લઈને છેલ્લા એક મહિનાથી રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. નવાબ મલિકે ટ્વીટ કરીને તાજેતરના આરોપો લગાવ્યા છે.
બીજી તરફ શનિવારે બીજેપી નેતા મોહિત ભારતીયે નવાબ મલિક પર ગંભીર આરોપ લગાવ્યા છે. મોહિતે પ્રેસ કોન્ફરન્સ કરીને ડ્રગ્સ કેસમાં NCP અને નવાબ મલિકને ઘેર્યા હતા. મોહિતે કહ્યું કે નવાબ મલિક સમીર વાનખેડેને બદનામ કરી રહ્યા છે.
ડ્રગ્સ કેસમાં એક તરફ આરોપોનો વંટોળ અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ NCB હવે તપાસ માટે સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. ડ્રગ્સ કેસમાં NCBના સ્પેશિયલ 20 એક્શનમાં આવશે. હકીકતમાં, સોમવારથી, NCBની 2 ટીમો મુંબઈમાં આ કેસની તપાસમાં સામેલ થશે, જેમાં 20 અધિકારીઓ હશે. સોમવારથી NCBની બે વિશેષ ટીમો મુંબઈમાં કામ કરશે. 2 ટીમમાં કુલ 20 અધિકારીઓ હશે. NCB SITની ટીમ આર્યન ખાન સહિત 6 કેસની તપાસ કરશે અને SITમાં કુલ 13 તપાસ અધિકારીઓ સામેલ થશે.
આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સતત એનસીબીના સમીર વાનખેડે અને તેના પરિવારને નિશાન બનાવી રહ્યા છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. ધ્યાનદેવે નવાબ મલિક પર 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ મામલે સોમવારે સુનાવણી થશે.
ધ્યાનદેવ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજે નવાબ મલિક સામે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નવાબ મલિક ભાજપ નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં કંબોજે મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી અને હાઈકોર્ટમાં જઈને નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો.
Published On - 9:52 am, Sun, 7 November 21