Mumbai News: 2 કલાકના CCTV ફૂટેજ, વિઝિટર બુકમાં નામ, એર હોસ્ટેસની હત્યામાં મહત્વનો ખુલાસો

|

Sep 07, 2023 | 7:40 PM

ટ્રેની એર હોસ્ટેસ મુંબઈના અંધેરીમાં એક સોસાયટીમાં રહેતી હતી. ફ્લેટમાંથી લોહીથી લથપથ બાથરૂમમાંથી તેની લાશ મળી આવી હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી, સીસીટીવી સ્કેન કર્યા અને પછી ખબર પડી કે એર હોસ્ટેસનું મૃત્યુ કેવી રીતે થયું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

Mumbai News: 2 કલાકના CCTV ફૂટેજ, વિઝિટર બુકમાં નામ, એર હોસ્ટેસની હત્યામાં મહત્વનો ખુલાસો

Follow us on

મુંબઈના મરોલમાં ટ્રેઈની એર હોસ્ટેસની હત્યાથી ચકચાર મચી ગઈ છે. આકાશમાં ઉડવાનું સપનું જોનાર આ એર હોસ્ટેસનું સપનું કાયમ માટે તૂટી ગયું. માત્ર એક નાનકડા ઝઘડાને કારણે એર હોસ્ટેસે જીવ ગુમાવ્યો હતો. રવિવારે ટ્રેની એર હોસ્ટેસે અચાનક તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પરિવારના સભ્યો સતત ફોન કરતા હતા. જ્યારે ડઝનેક કોલ્સ પછી ફોન ઉપાડવામાં આવ્યો ન હતો, ત્યારે પરિવારે તેના નજીકના લોકો સાથે વાત કરી હતી. આ પછી એર હોસ્ટેસના મોતનો ખુલાસો થયો હતો.

આ ઘટના મુંબઈના અંધેરી ઈસ્ટના મરોલ વિસ્તારની છે. મરોલની એનર્જી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 4 સપ્ટેમ્બરની રાત્રે સોસાયટીમાં અચાનક વાહનોની અવરજવર વધી જતાં સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો. સોસાયટીના એક ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘણી વખત બેલ વગાડવા છતાં કોઈ જવાબ ન મળ્યો. બાદમાં લોકોએ દરવાજો ખોલ્યો અને પછી પરિવારના સભ્યોને ટ્રેઇની એર હોસ્ટેસના મૃત્યુની જાણ થઈ.

છત્તીસગઢની રૂપલ ઓગરે નામની 23 વર્ષની યુવતી એનર્જી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભાડે રહેતી હતી. તે ટ્રેઇની એર હોસ્ટેસ હતી. તે આ ફ્લેટમાં તેના એક સંબંધી સાથે રહેતી હતી. જોકે, તેના સંબંધીઓ છત્તીસગઢ આવી ગયા હતા. રૂપલ ફ્લેટમાં એકલી હતી. કોલનો કોઈ જવાબ ન મળતાં તેની સાથે રહેતી રૂપલની સંબંધી ઐશ્વર્યાએ તેના એક મિત્રને સોસાયટીમાં મોકલ્યો હતો.

Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી

દરવાજો કોઈ ખોલતું ન હોવાથી તેણે ચાવી બનાવનારને બોલાવી ડુપ્લીકેટ ચાવી મેળવી ફ્લેટ ખોલ્યો હતો. અંદર પહોંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફ્લેટમાં સર્વત્ર લોહી ફેલાઈ ગયું હતું. રૂપલની લાશ બાથરૂમમાં પડી હતી. જોકે, બંધ ફ્લેટમાં રૂપલની હત્યા કેવી રીતે થઈ? હત્યા કોણે કરી? બંધ ફ્લેટમાંથી આરોપી કેવી રીતે ભાગ્યો? આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.

આ પણ વાંચો : Maharashtra News : લાઠીચાર્જની કાર્યવાહી પર અફસોસ છે, હું માફી માંગુ છું… જાલનામાં હિંસા પર બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ

CCTV વિઝિટર બુક પરથી આરોપીની ઓળખ

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. કેસના ઉકેલ માટે આઠ ટીમો બનાવવામાં આવી હતી. દરેકને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પછી સ્પષ્ટ થયું કે રૂપલની સવારે 10 થી 1.30 વાગ્યાની વચ્ચે હત્યા કરવામાં આવી હતી. આ પછી પોલીસે સોસાયટીની વિઝિટર બુક ચેક કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બે કલાકના CCTV ફૂટેજમાં બધું જ દેખાતું હતું અને આરોપી ઝડપાઈ ગયો હતો અને તે પોલીસ કસ્ટડીમાં છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article