Maharashtra: ‘જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ED અને CBI લગાવી દેવાશે’, CM ઠાકરેના PAને વોટ્સએપ પર મળી ધમકી

|

Aug 14, 2021 | 8:37 PM

મિલિંદ નાર્વેકરે ધમકી મોકલનારે કઈ માંગણી કરી છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો ED, NIA અને CBI જેવી તપાસ એજન્સીઓને તેમની પાછળ લગાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 

Maharashtra: જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ED અને CBI લગાવી દેવાશે, CM ઠાકરેના PAને વોટ્સએપ પર મળી ધમકી
CM ઉદ્ધવ ઠાકરેના PAને વોટ્સએપ મેસેજ દ્વારા મળી ધમકી

Follow us on

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ના પીએ અને શિવસેનાના સચિવ મિલિંદ નાર્વેકરને (Milind Narvekar) અજાણ્યા વ્યક્તિ તરફથી વોટ્સએપમાં ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો ED, CBI અને NIA જેવી તપાસ એજન્સીઓ તેમની પાછળ લગાવી દેવામાં આવશે. મિલિંદ નાર્વેકરે આ મામલે મુંબઈ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

 

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

મિલિંદ નાર્વેકરે ધમકી મોકલનારે કઈ માંગણી કરી છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો ED, NIA અને CBI જેવી તપાસ એજન્સીઓને તેમની પાછળ લગાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મિલિંદ નાર્વેકરે આ અંગે પોલીસ કમિશનર હેમંત નાગરાલેને (Hemant Nagrale, Mumbai Police Commissioner) ફરિયાદ કરી છે. હવે તમામની નજર પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર છે.

 

મુંબઈમાં ધમકીઓ મળવાની હારમાળા શરૂ થઈ છે. પહેલા કેટલાંક સ્થળોને બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકીઓ અને હવે કોઈ નેતાને આ રીતે મળેલી ધમકીએ ચકચાર જગાવી છે. તેમજ 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ છે.

 

મુરુડના બંગલાને લઈને નાર્વેકર પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ લગાવ્યો આરોપ

આ દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયાએ (Kirit Somaiya, BJP Leader) મિલિંદ નાર્વેકર પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાના જણાવ્યા અનુસાર મિલિંદ નાર્વેકરે કોંકણ પ્રદેશના દાપોલીમાં કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે દરિયાકિનારે બંગલો બનાવ્યો છે.

 

સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રીના જમણા હાથ ગણાતા મિલિંદ નાર્વેકરે દપોલીના મુરુડ ગામના દરિયાકિનારે 2 વીઘા જમીન લીધી છે અને તેના પર ગેરકાયદેસર રીતે બે માળનો બંગલો બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામ માટે જંગલો અને વૃક્ષોને મોટાપાયે કાપવાનું પણ શરૂ થયું છે.

 

 

 

આ પણ વાંચો : Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

 

આ પણ વાંચો : Bank Holidays: આવતા અઠવાડિયે 4 દિવસ બેંક બંધ, ઝડપથી પતાવી લેજો બેંકને લગતા કામ, જુઓ ઓગસ્ટ મહિનાનું રજાનું આખુ લિસ્ટ

Next Article