CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા

|

Dec 25, 2021 | 11:56 PM

સરકાર હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના જીવ સાથે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, વધતા કોરોના સંક્રમણ વચ્ચે આ તમામને પ્રીકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. આ સાથે 15 વર્ષથી ઉપરના બાળકોને પણ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે.

CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા
Maharashtra CM Uddhav Thackeray (File Photo)

Follow us on

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) બૂસ્ટર ડોઝ (Booster Dose)  આપવાના પીએમ મોદીના (PM Modi) નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમણે કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting)  પણ આ અંગે ચર્ચા કરી હતી. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ 7 ડિસેમ્બરે એક પત્ર લખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને બાળકોને રસી આપવા અને બૂસ્ટર ડોઝ આપવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે આ ઉપરાંત 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાથી ચોક્કસપણે વાયરસના ફેલાવાને રોકવામાં મદદ મળશે અને લાક્ષણિક બીમારીવાળા વરિષ્ઠ નાગરિકોને પણ બૂસ્ટર ડોઝથી ફાયદો થશે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ક્રિસમસની સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું અને દેશવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમની વ્યૂહરચના લોકો સમક્ષ મૂકી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં 15થી 18 વર્ષની વયજૂથના બાળકો તેમજ હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટીઝવાળા લોકોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ લાગુ કરવાની જાહેરાત કરી છે.

 

 

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઓમિક્રોનનું જોખમ વધારે 

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ગના લોકોને કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનથી વધુ જોખમ છે. આવી સ્થિતિમાં આ લોકોને 2022માં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.

 

 

એ વાત સ્પષ્ટ છે કે સરકાર હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના જીવન સાથે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આ તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ નિર્ણય વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના ગહન ચિંતન બાદ લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની આ જાહેરાતના થોડા કલાકો પહેલા DGCIએ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી લગાવવાની મંજૂરી આપી હતી. ડીજીસીઆઈની મંજૂરીના થોડા કલાકો બાદ પીએમ મોદીએ રસીકરણ કાર્યક્રમમાં 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ સામેલ કર્યા છે.

 

 

આ પણ વાંચો : Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 

 

 

Next Article