મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”

|

Oct 16, 2021 | 12:39 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય પોલીસને માફિયા કહેવા બદલ ભાજપને આડે હાથ લીધી.તેમણે કહ્યુ કે, તેમને કંઈક ખોટુ કરતા રોકવામાં આવે તો પોલીસને 'માફિયા' કહેવામાં આવે છે.

મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો માફિયા
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra : સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર પોલીસને (Maharashtra Police) માફિયા કહેવા બદલ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યુ કે,તેઓ લોકશાહીના ભંગની માત્ર બુમો પાડી રહ્યા છે,પરંતુ
તેમણે ઉતરપ્રદેશમાં શું કર્યુ ?

સરહદના સૈનિકોની જેમ પોલીસ આંતરિક આતંકવાદ સામે લડી રહી છે : ઉદ્ધવ ઠાકરે

26/11 હુમલાની યાદ અપાવતા સીએમ ઠાકરેએ (CM Uddhav Thackeray) જણાવ્યુ કે, આ સમયગાળા દરમિયાન રાજ્ય પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ લોકો હુમલાને યાદ કરે છે ત્યારે પોલીસની બહાદુરીને પણ યાદ કરવામાં આવે છે, આ મહારાષ્ટ્ર પોલીસને હવે માફિયા કહેવામાં આવી રહી છે ! ઉપરાંત સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોલીસનો બચાવ કરતા કહ્યું કે, સરહદના સૈનિકોની જેમ પોલીસ પણ આંતરિક આતંકવાદ સામે લડી રહી છે

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”

પોલીસને માફિયા કહેવા બદલ મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેએ ભાજપને આડે હાથ લીધી હતી. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જો તેમને કંઇક કરતા રોકવામાં આવે તો પોલીસને માફિયા કહેવામાં આવે છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ લખીમપુર ખેરીનો(Lakhimpur Kheri)  મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપ સરકાર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી અને ભૂપેશ બઘેલને રોકનારા લોકો કોણ હતા ? ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે સત્યમાં માને છે.

મોટેથી નારા લગાવવા એ દેશભક્તિ નથી

વધુમાં ભાજપ પર કટાક્ષ કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકો માત્ર બૂમો પાડે છે કે મહારાષ્ટ્રમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે ભાજપના અમૃત મહોત્સવનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, લોકો આ દિવસોમાં સાવરકર અને ગાંધીજી વિશે વાત કરી રહ્યા છે, તેમણે આઝાદી માટે શું કર્યું તેનો જવાબ તેમણે તેની જાતને પૂછવો જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેશભક્ત કહેનારા લોકો મોટેથી નારા લગાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે માત્ર રોશની કરીને અને સૂત્રોચ્ચાર કરવાથી કંઇ થતું નથી.

 

આ પણ વાંચો : દશેરા પર હિન્દુત્વને લઈ ઉદ્ધવ ઠાકર અને મોહન ભાગવત વચ્ચે શાબ્દિક તીરોના મારો, કહ્યું અમારી રીતો અલગ પણ વિચારધારા એક જ છે

આ પણ વાંચો : aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

Published On - 12:38 pm, Sat, 16 October 21

Next Article