રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

|

Oct 16, 2021 | 1:09 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીએ વીર સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં રોકાણ દરમિયાન બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી.

રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી
CM Uddhav Thackeray & Rajnath Singh (File Photo)

Follow us on

Maharashtra : ભાજપના અમૃત મહોત્સવને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ​​ભાજપની આકરી ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરેલી ટિપ્પણી બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. ત્યારે CM ઉદ્ધવ ઠાકરે આ નિવેદનને લઈને ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શિવસેનાની (Shiv Sena) વાર્ષિક દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ વીર સાવરકર અને મહાત્મા ગાંધીને સમજી શક્યું નથી.

રાજનાથ સિંહે આ નિવેદન આપ્યુ હતુ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ (Defense Minister Rajnath Singh) દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીએ વીર સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં રોકાણ દરમિયાન બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી. રાજનાથ સિંહે સાવરકર અને મહાત્મા ગાંધી પર કરેલી આ ટિપ્પણી બાદ ઘણો વિવાદ ઉભો થયો હતો. આ નિવેદન બાદ સમગ્ર દેશમાં ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ત્યારે દશેરા રેલીમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન માટે ભાજપની આકરી ટીકા કરી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગાંધી-સાવરકરનું યોગદાન જુઓ : CM ઉદ્વવ ઠાકરે

વધુમાં CM ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) કહ્યું કે, આ લોકોએ પોતાની જાતને પૂછવું જોઈએ કે તેઓએ આઝાદી માટે શું કર્યું. સાથે ભાજપને સલાહ આપતા તેમણે કહ્યું કે મોટેથી નારા લગાવનારા દેશભક્તોએ પાછળ ફરીને જોવું જોઈએ કે આ લોકોએ દેશની આઝાદી માટે શું કર્યું છે. તમને જણાવવુ રહ્યુ કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજોની માફી માંગી હતી. ત્યારબાદથી વિવાદ વણસ્યો છે.

રાજનાથના નિવેદન પર રાજકીય ધમાસાણ

રાજનાથ સિંહના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કેટલાક નેતા કહી રહ્યા છે કે, ગાંધી લાંબા સમયથી જેલમાં હતા અને ન્યાયાધીશ સમક્ષ નમ્યા ન હતા, તેમણે ક્યારેય માફી માંગી નથી, તો પછી તેઓ અન્ય લોકોને માફી માંગવા માટે કેવી રીતે કહી શકે. જ્યારે કેટલાક કહી રહ્યા છે કે વર્ષ 1915 માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ઘરે પરત ફર્યા ત્યાં સુધી સાવરકરે બે વખત દયા અરજી કરી હતી – 1911 અને 1913 માં, તો ગાંધીના કહેવા પર તેમણે કેવી રીતે માફી માંગી ?

 

આ પણ વાંચો : દશેરા પર હિન્દુત્વને લઈ ઉદ્ધવ ઠાકર અને મોહન ભાગવત વચ્ચે શાબ્દિક તીરોના મારો, કહ્યું અમારી રીતો અલગ પણ વિચારધારા એક જ છે

આ પણ વાંચો : aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

Next Article