Savarkar Jayanti: બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ રાખવામાં આવ્યું, CM શિંદેએ કરી જાહેરાત

બાંદ્રા-વર્સોવા સી લિંક હવેથી વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. મહારાષ્ટ્રની શિંદે સરકારે બાંદ્રા અને વર્સોવા વચ્ચેના સી લિંક પ્રોજેક્ટનું નામ વીર સાવરકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.

Savarkar Jayanti: બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ રાખવામાં આવ્યું, CM શિંદેએ કરી જાહેરાત
Image Credit source: Twitter
| Edited By: | Updated on: May 28, 2023 | 11:09 PM

Mumbai: બાંદ્રા-વર્સોવા સી લિંક હવેથી વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. મહારાષ્ટ્ર(Maharashtra)ની શિંદે સરકારે બાંદ્રા અને વર્સોવા વચ્ચેના સી લિંક પ્રોજેક્ટનું નામ વીર સાવરકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. સાવરકરની જન્મજયંતિ નિમિત્તે સાવરકરને સન્માનિત કરવા રાજ્ય સરકારની પહેલ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પુલનું નામ બદલવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. 28 મે એ વીર સાવરકરની જન્મજયંતિ પણ છે. આ ખાસ અવસર પર મહારાષ્ટ્ર સરકારે રવિવારે બાંદ્રા-વર્સોવા લિંકનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવ યાત્રા પણ કાઢી હતી

મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારમાં વીર સાવરકરની વિચારધારા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા હતા. ત્યારબાદ તેમણે વીર સાવરકર વિશે નિવેદન આપ્યું હતું. જેના પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાહુલ ગાંધીના આ નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવ યાત્રા પણ કાઢી હતી.

આજે વીર સાવરકરની જન્મજયંતી

ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઈતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા.

વીર સાવરકર નું અસલી નામ વિનાયક દામોદર સાવરકર હતું. વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના નાસિક નજીક ભાગપુર ગામમાં થયો હતો. તેમના મોટા ભાઈ, ગણેશ (બાબરાવ) તેમના જીવનની આદર્શ હતા. પિતા દામોદરપંત સાવરકર અને માતા રાધાબાઈનું અવસાન થયું ત્યારે વીર સાવરકર ખૂબ જ નાના હતા.

સાવરકર કેવી રીતે બન્યા ભારતમાતાના ‘વીર’ પુત્ર?

જ્યારે નાનપણમાં તેઓ રડી રહ્યા હતા ત્યારે તેમના પિતા કહે છે કુળદેવીની આ ઝાઝલ્યમાન મૂર્તિ જે છે એ અષ્ટભુજા ભવાની માતા એ તારી માતા છે અને આ ભારતમાતા એ તારી માતા છે. હવે પછી જો ક્યારેય માતાને યાદ કરી જો રડ્યા છો તો મા રાધાના સોગંદ છે. ત્યારથી લઈને જીવંત પર્યત સુધી વીર સાવરકર ભારતમાતાના પુત્ર બનીને રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો