
સંજીવ કપૂર, જે ભારતના જાણીતા સેફ છે, તેમને સોમવારે નાગપુરથી મુંબઇ સુધીની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અસંતોષકારક બ્રેકફાસ્ટ આપતા ભડકી ઉઠ્યા છે. સેફ સંજીવ કપૂરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તરબૂચ, કાકડી, ટામેટા અને ઠંડા ચિકન ટીક્કા પરોસવામાં આવ્યા હતા. જે બાદ ટ્વિટર પર ખોરાકની તસવીર શેર કરતાં તેમણે લખ્યું, “વેક અપ એર ઇન્ડિયા.”, “શું ભારતીયો ખરેખર નાસ્તામાં આ ખાવાનું ખાશે?
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સેફ સંજીવ કપૂર મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તેમને ફ્લાઈટમાં બ્રેક ફાસ્ટમાં કેટલાક ફ્રૂટ્સ, સાથે કાકડી, ટામેટા અને ઠંડુ ચિકન ટિક્કા પિરસવામાં આવ્યું હતુ. જેને લઈને સંજીવ કપૂરે તેમના ટ્વિટર પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં સેફએ ટ્વીટ કર્યું છે કે, ‘જાગો એર ઇન્ડિયા. નાગપુર-મુંબઇ 0740 ફ્લાઇટ. તરબૂચ, ટામેટા અને સેવ સાથે કોલ્ડ ચિકિન ટિક્કા. કોબીજ અને મેયોથી થોડું ભરેલું સેન્ડવિચ. પીળો રંગની ચાશણીમાં ડૂબેલ સ્પોન્જ ગ્લો. શું ભારતીયોને આ નાસ્તો કરવો જોઈએ ?? ‘
Wake Up @airindiain.
Nagpur-Mumbai 0740 flight.
Cold Chicken Tikka with watermelon, cucumber, tomato & sev
Sandwich with minuscule filling of chopped cabbage with mayo
Sugar syrup Sponge painted with sweetened cream & yellow glaze. pic.twitter.com/2RZIWY9lhO
— Sanjeev Kapoor (@SanjeevKapoor) February 27, 2023
તે પછી, આટલા મોટા સેફ સામે, લોકો હવે ફ્લાઇટના પ્રથમ વર્ગમાં પીરસવામાં આવેલા આ ખોરાક પર એર ઇન્ડિયાને ટ્રોલ કરી રહ્યા છે. અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજીએ સંજીવ કપૂરના આ ટ્વીટ પર પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, ‘એર ઇન્ડિયા, શું કરી રહી છે? ભૂલશો નહીં, તમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. પહેલેથી જ ઘણું નુકસાન થયું છે. હવે ઉઠો. ‘
સંજીવ કપૂરની ફરિયાદ પછી, એરલાઇન્સએ તેમના જવાબમાં વિલંબ ન હતો અને તેમણે માફી માંગતા લખ્યું હતુ કે, ‘સાહેબ, તમારો પ્રતિક્રિયા અમારા માટે બહુમૂલ્ય છે. અમે સતત અમારી સેવાને ઠીક કરી રહ્યા છીએ અને આવતીકાલે અમારું નવું ભાગીદાર તાજ સેટ હશે. તેમજ તમને ભવિષ્યમાં ભોજનનો સારો અનુભવ થશે, જેનો અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ. સંજીવ કપૂર પણ એર ઇન્ડિયાના આ જવાબથી ખુશ છે. તેમણે કહ્યું, “રિસ્પોન્સ બદલ આભાર.”
ગયા મહિને, એર ઇન્ડિયાના એક મુસાફરે દાવો કર્યો હતો કે તેને ફ્લાઇટમાં પીરસવામાં આવેલા ખોરાકમાં કાંકરી આવી હતી. ટ્વિટર પર સ્ટોનનાં ચિત્રો વાયરલ થયા હતા, જેને લઈને પેસેન્જરએ કહ્યું કે એરલાઇન દ્વારા આવી બેદરકારી અસ્વીકાર્ય છે.
Published On - 2:16 pm, Wed, 1 March 23