Chalukya Express Derailment: દુર્ઘટનાને 14 કલાક વીતી ગયા, હજુ પણ પાટા પર પડી છે બોગી, 500 થી વધુ લોકો કરી રહ્યા છે હટાવવાનો પ્રયાસ

|

Apr 16, 2022 | 3:12 PM

મધ્ય રેલવેના (Central Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ કરશે. ત્યારબાદ જ ખબર પડશે કે આ અકસ્માત કેવી રીતે થયો.

Chalukya Express Derailment: દુર્ઘટનાને 14 કલાક વીતી ગયા, હજુ પણ પાટા પર પડી છે બોગી, 500 થી વધુ લોકો કરી રહ્યા છે હટાવવાનો પ્રયાસ
Chalukya Express Derailment

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) ચાલુક્ય એક્સપ્રેસ (Chalukya Express) ટ્રેનના 3 ડબ્બા શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે મુંબઈના માટુંગા સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી (Derailment) ગયા હતા. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. આ ટ્રેન દાદરથી પુડુચેરી જવા નીકળી હતી. ગાડી લગભગ 1 કિલોમીટર ચાલી હતી, ગાડીએ પુરી સ્પીડ પણ પકડી ન હતી કે આ અકસ્માત થયો. શુક્રવારની રાતથી ત્રણેય કોચને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 12 કલાક વીતી જવા છતાં હજુ સુધી માત્ર 2 કોચ હટાવવામાં આવ્યા છે. જ્યારે વધુ એક કોચને બહાર કાઢવા માટે બપોરે 12 વાગ્યા સુધીમાં ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં 500 જેટલા કામદારો કામે લાગ્યા છે.

અકસ્માતના કારણે 13 અપ અને ડાઉન ટ્રેન રદ કરવામાં આવી છે. જે લોકો મુસાફરી કરી શક્યા નથી તેઓ 3 દિવસમાં રિફંડ માટે અરજી કરી શકે છે. આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ કરશે. ત્યારે જ ખબર પડશે કે આ અકસ્માત કેવી રીતે થયો.
આ પહેલા 2 એપ્રિલે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, કસારામાં આસનગાંવ-અટાગાંવ રેલવે ક્રોસિંગ પર એક નાનો ટ્રક આ ટ્રેન અકસ્માતનું કારણ બનવાથી બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ રેલવે ક્રોસિંગ પર ઉભેલા કોઈએ તેના મોબાઈલ ફોનમાં શૂટિંગ કર્યું હતું.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આસનગાંવ-આટાગાંવ રેલવે ક્રોસિંગના બંને ફાટક બંધ છે. એક બાઇક સવાર ક્રોસિંગ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ એક નાની ટ્રક તેજ ગતિએ રેલવે ક્રોસિંગ તરફ આવે છે અને બેરિયર સાથે અથડાય છે. ત્યારે જ તેજ ગતિએ આવતી ટ્રેન પણ ક્રોસિંગ પરથી નીકળી જાય છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલ 20 થી 25 ટકા મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Next Article