શિવસેનાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ ‘ક્યાં સુધી દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળશો, ક્યારેક તો જવાબદારી લો’

|

Dec 14, 2022 | 6:36 PM

તવાંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીને લઈને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે દરેક સમસ્યા માટે કોગ્રેસ સરકારને દોષ ન આપવી જોઈએ, તેણે પોતાની જવાબદારી પણ નિભાવવી જોઈએ.

શિવસેનાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ ક્યાં સુધી દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળશો, ક્યારેક તો જવાબદારી લો
Shiv Sena Saamana

Follow us on

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ પીએમ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, પોતાના મુખપત્ર સામનામાં લખ્યુ કે ભાજપ સરકાર ક્યાં સુધી કોગ્રેસ પર માછલાં ધોતી રહેશે, ક્યારેક તો જવાબદારી લે ? ગલવાન અને તવાંગમાં ચીનની ઘુસણખોરીની ઘટનાને ટાંકતા સામનામાં લખે છે કે શું આ ઘટના માટે પણ કોગ્રેસ અને નેહરૂ જવાબદાર છે ? અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે થયેલા ચીન દ્વારા ભારતીય સીમાં ઘુસણખોરી, બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ બાદ બંને દેશના સૈન્ય અધિકારીઓની મધ્યસ્થી બાદ ચીની સૈનિકો પરત ફર્યા હતા. તેના પર શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી છે પરંતુ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, ‘2014થી દેશમાં તમારું એક હથ્થું શાસન છે. તમે ભારતને તમામ ક્ષેત્રોમાં મહાસત્તા બનાવવાની તૈયારીનો ઢોલ પીટ્યા છે. છતા પણ પાકિસ્તાન કે ચીનના કુકર્મો ચાલુ છે? બે વર્ષ પહેલા ગલવાન હુમલામાં આપણા 20 જવાનો શહીદ થયા હતા. હવે તવાંગમાં થયેલા હુમલામાં ભારતનાં કેટલાક જવાન ઘાયલ થયા છે. શું આ માટે કોગ્રેસ સરકારોને પણ જવાબદાર ઠેરવવી જોઈએ?

‘અમદાવાદમાં ભલે ઝૂલો ઝુલ્યા પરંતુ ચીનની દુશ્મનાવટમાં કોઈ ઘટાડો થયો નથી’

સામનામાં લખવામાં આવ્યું છે કે, ચીને તાજેતરમાં લદ્દાખ, કાશ્મીર, સિક્કિમથી અરુણાચલ પ્રદેશ સુધીની સરહદ પર કેટલાક કૃત્રિમ ગામો બનાવ્યા છે. સરહદી વિસ્તારોમાં રસ્તા, પુલ, રેલ્વે લાઇન, હેલીપેડ, એરપોર્ટ જેવી પાયાની સુવિધાનું માળખું ઉભુ કર્યું છે. તિબેટ હોય કે ભૂટાન, સિક્કિમ હોય કે અરુણાચલ પ્રદેશ,ડ્રેગન આ સમગ્ર પ્રદેશને પચાવી પાડવાના પ્રયાસો છેલ્લા આઠ વર્ષથી બંધ થયા નથી. અમદાવાદ આવેલા ત્યારે ઝુલા પર ઝુલેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિસ્તરણવાદી નીતિ અને દુશ્મનાવટ ઓછી થઇ નથી.

દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
બપોરના સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024

‘એક વર્ષથી ચાલી રહેલા ‘ઉડતા આતંકવાદ’ માટે જવાબદાર કોણ?’

શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે કે, ‘હવે જે યાંગ્ત્સે પોઈન્ટ પર અથડામણ થઈ હતી, ત્યાં ઓક્ટોબર 2021માં પણ ચીની અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ? ગયા વર્ષથી પાકિસ્તાન અને ચીન તરફથી ડ્રોનની ઘૂસણખોરી વધી છે. તો પછી આ ‘ઉડતા આતંકવાદ’ માટે કોને જવાબદાર ઠેરવવા જોઈએ.

‘કેન્દ્ર સરકાર દેશની સુરક્ષાને લઈને એટલી ગંભીર કેમ નથી જેટલી તે સત્તાને લઈને છે?’

શિવસેનાનું કહેવું છે કે, ‘ચીની સેના સરહદ પરથી હટવા તૈયાર નથી. આ વાત આપણા સેના પ્રમુખે સ્વીકારી છે. તેનાથી સરહદ પર તણાવ વધી શકે છે. તેમણે આ અંગે ચેતવણી પણ આપી હતી. જે માત્ર એક મહિનામાં જ સાચી સાબિત થઈ રહી છે. તેની જવાબદારી વર્તમાન સરકારની છે કે અગાઉની સરકારની? ચીને ડેપ્લાંગમાં LAC બોર્ડરથી થોડા કિલોમીટરની અંદર 200 થી વધુ બેઝ પર કેમ્પ નાખ્યો છે. સરકાર મૌન છે. કેન્દ્ર સરકાર ‘સત્તા’ માટે જેટલી ગંભીર છે એટલી જ દેશની ‘સરહદ’ રહે તો, પાકિસ્તાન અને ચીન જેવા દેશ નજર ઉપાડી ભારત તરફ ન જોઇ શકે.

Published On - 6:31 pm, Wed, 14 December 22

Next Article