મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના (Former Home Minister Anil Deshmukh) કેસમાં, મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી (Supreem Court) મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે અનિલ દેશમુખ સામે તપાસ માટે SITની રચના કરવાની મહારાષ્ટ્રની અરજીને ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે સીબીઆઈ (CBI) તપાસ ન્યાયી નથી. રાજ્ય સરકારની દલીલ એવી હતી કે સીબીઆઈ ડાયરેક્ટર એસ.કે. જયસ્વાલ, રાજ્યના ડીજીપી (DGP) રહી ચૂક્યા છે. તેથી તેમના નેતૃત્વ હેઠળની તપાસ નિષ્પક્ષ રહી શકે નહીં. અગાઉ આ અરજી બોમ્બે હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની તે અરજીને ફગાવી દીધી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની તપાસ અને સ્વતંત્ર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચનાના સંદર્ભમાં જાહેર કરાયેલા સમન્સને રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરવાની વિનંતી કરી હતી.
આ અરજીમાં, મહારાષ્ટ્ર સરકારે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય પાંડેને કરાયેલા CBI સમન્સને રદ કરવાની પણ વિનંતી કરી હતી. તપાસ એજન્સીએ દેશમુખને તેમના સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે દિલ્હીમાં રિપોર્ટ કરવા માટે બોલાવ્યા હતા. CBI રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા દેશમુખ સામે ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે.
સીબીઆઈના (CBI) વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ ખંભાતાની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યું કે એજન્સીની તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી. તેમણે કહ્યું કે દેશમુખની તપાસ જયસ્વાલના કારણે નહીં, પરંતુ 5 એપ્રિલના બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ થઈ રહી છે. દેશમુખે એપ્રિલ 2021માં ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક કેસમાં તેની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 12:13 pm, Fri, 1 April 22