Burqa controversy : મુંબઈમાં પહોંચ્યો બુરખા વિવાદ, કોલેજમાં બુરખો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ

|

Aug 03, 2023 | 3:49 PM

જ્યારે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને કોલેજ પહોંચ્યા તો તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આથી તેમણે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કોલેજે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ બુરખો ઉતારીને જ ક્લાસમાં જાય છે.

Burqa controversy : મુંબઈમાં પહોંચ્યો બુરખા વિવાદ, કોલેજમાં બુરખો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ
Burqa controversy (symbolic image)
Image Credit source: Social Media

Follow us on

બુરખા પહેરેલા મુસ્લિમ વિદ્યાર્થિનીઓને લઈને વિવાદ યથાવત છે. કર્ણાટક બાદ હવે સેન્ટ્રલ મુંબઈના ચેમ્બુરથી બુરખાને લઈને એક મામલો સામે આવ્યો છે. જ્યારે કેટલીક વિદ્યાર્થિની બુરખો પહેરીને કોલેજ પહોંચી તો સિક્યોરિટી ગાર્ડે તેમને પ્રવેશ આપવાની ના પાડી દીધી. કહેવું પડશે કે જુનિયર કોલેજમાં યુનિફોર્મ પોલિસીમાં ફેરફાર થયો છે. આ અંગે તમામ વિદ્યાર્થિનીને પણ જાણ કરવામાં આવી હતી. એન્ટ્રી ન મળતાં વિદ્યાર્થીનીઓએ કોલેજની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. એકે કહ્યું કે તેઓ બુરખો ઉતારીને જ ક્લાસમાં જાય છે.

નવી યુનિફોર્મ પોલિસીમાં વિદ્યાર્થીઓને ટાઈ અને કોઈપણ પ્રકારના સ્ટીકરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોલેજ વહીવટીતંત્રનું કહેવું છે કે નવી નીતિ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ, જાતિ, ધર્મ અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાનતા લાવવાનો પ્રયાસ છે. વિદ્યાર્થીઓને આ વિશે સતત કહેવામાં આવતું હતું. નવી નીતિ 1 ઓગસ્ટથી અમલમાં આવી છે. આ અંગે સુરક્ષા ગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી. આ જ કારણ છે કે સિક્યોરિટી ગાર્ડે તેમને કોલેજના ગેટ પર જ રોક્યો અને એન્ટ્રી ન આપી.

વિદ્યાર્થીઓની કોમન રૂમની માંગ

ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો

વિદ્યાર્થિનીઓના જણાવ્યાનુંસાર કોલેજમાં ગર્લ્સ કોમન રૂમ નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થિનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તે ઘરેથી કોલેજ સુધી બુરખો પહેરીને આવે છે અને પછી કોલેજમાં પ્રવેશ્યા બાદ બુરખો ઉતારે છે. જોકે, તે હિજાબ પહેરીને ક્લાસમાં જવા માંગે છે. નવી પોલિસીમાં બુરખો ન પહેરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ હિજાબ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોલેજ પ્રશાસને કહ્યું કે 8 ઓગસ્ટ સુધી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ તે પછી વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે.

મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:10 am, Thu, 3 August 23

Next Article