ઉત્તર પ્રદેશની જેમ મુંબઈમાં પણ બુલડોઝરની કાર્યવાહી જોવા મળી રહી છે. પ્રશાસને માહિમમાં એક દરગાહ પાસે બનેલા ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો. મહત્વનું છે કે MNS ચીફ રાજ ઠાકરેએ બુધવારે મુંબઈમાં તેમની રેલીમાં એક વીડિયો બતાવ્યો હતો. આ વીડિયોમાં માહિમ બીચ પર એક દરગાહનું નિર્માણ થતું જોવા મળી રહ્યું હતુ.
રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે મુંબઈમાં નવો હાજી અલી તૈયાર થઈ રહ્યો છે. જો એક મહિનામાં આ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી નહીં થાય તો ત્યાં સૌથી મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે.
Maharashtra | Demolition drive started at the encroached site of ‘Dargah’ amid heavy police deployment at Mahim beach in Mumbai after MNS chief Raj Thackeray yesterday alleged that a Dargah is being built here illegally. pic.twitter.com/G0yx2c2Wq2
— ANI (@ANI) March 23, 2023
આપને જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ દાદરના શિવાજી પાર્ક ખાતેના તેમના સંબોધનમાં પણ એક મહિનાનો સમય આપીને આ ચેતવણી આપી હતી અને તેમની ચેતવણીના એક જ દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાએ તેની સામે કાર્યવાહી કરી છે.
રાજ ઠાકરેની ગઈકાલની ચેતવણી બાદથી માહિમ બીચની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તો મુંબઈ પોલીસ કમિશનરે ગેરકાયદે બાંધકામની તપાસના આદેશ આપ્યા બાદ પોલીસ ટીમ મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવા આદેશ કર્યો હતો.બાદમાં BMCના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આજે સવારે ગેરકાયદેસર રીતે બનેલી દરગાહને તોડી પાડવાની કામગીરી પૂર્ણ કરી હતી.
Published On - 11:48 am, Thu, 23 March 23