Breaking News: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો કોઈ ઉકેલ ન આવ્યો, સુપ્રીમ કોર્ટે મામલો મોટી બેંચને મોકલી આપ્યો

|

May 11, 2023 | 12:30 PM

ગુરુવારે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતાં બંધારણીય બેંચે તેને સુનાવણી માટે મોટી બેંચ પાસે મોકલ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે.

Breaking News: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો કોઈ ઉકેલ ન આવ્યો, સુપ્રીમ કોર્ટે મામલો મોટી બેંચને મોકલી આપ્યો

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટની (Supreme Court) બંધારણીય બેંચ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. ગુરુવારે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતાં બંધારણીય બેંચે તેને સુનાવણી માટે મોટી બેંચ પાસે મોકલ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે. વાસ્તવમાં, એકનાથ શિંદેની સાથે 15 ધારાસભ્યોના બળવા પછી, ઉદ્ધવ જૂથે તેમને ગેરલાયક ઠેરવવાની માગ કરતી અરજી દાખલ કરી હતી.

એકનાથ શિંદે વતી પણ અરજી દાખલ કરવામાં આવી હતી

બીજી તરફ, બળવાખોર નેતા એકનાથ શિંદે વતી પણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી સ્પીકર દ્વારા અપાયેલી ગેરલાયકાતની નોટિસને પડકારવામાં આવી હતી. અરજીમાં ડેપ્યુટી સ્પીકરને હટાવવાની દરખાસ્તનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ મામલે ગેરલાયકાતની અરજી પર કોઈ પગલાં લેવાથી ડેપ્યુટી સ્પીકરને રોકવાની માગ કરવામાં આવી હતી.

આ મામલાની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ વિશે તીખી ટિપ્પણી કરતા અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે શું રાજ્યપાલ રાજકીય પક્ષમાં આંતરિક બળવાના આધારે ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે? શું રાજ્યપાલને એ વાતની જાણ ન હતી કે વિધાનસભા ગૃહ બોલાવતી વખતે આ બળવા તરફ દોરી શકે છે?

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

16 માર્ચે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જેણે આ નિર્ણય આપ્યો તેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણા મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. નવ દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 16 માર્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ વિવાદ ગયા વર્ષે જૂનમાં શરૂ થયો હતો

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની શરૂઆત ગયા વર્ષે જૂનમાં થઈ હતી. એકનાથ શિંદેએ 15 ધારાસભ્યો સાથે બળવો કર્યો. ધારાસભ્યોના બળવા બાદ મહા વિકાસ આઘાડી સામે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે દ્વારા ટેબલ પર બેસીને વાતચીત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો પરંતુ શિંદે જૂથ તૈયાર નહોતું.

ધારાસભ્યોના બળવા બાદ તેમાં ભાજપની એન્ટ્રી થઈ હતી. ભાજપે શિંદે જૂથ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:02 pm, Thu, 11 May 23

Next Article