Breaking News: પૂણે માં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ, 4 લોકોના દર્દનાક મોત, જુઓ Video

પૂણેમાં આજે હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી, આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા છે. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઇલેક્ટ્રિક હાર્ડવેરની દુકાનમાં આ ઘટના બની હતી.

Breaking News: પૂણે માં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ, 4 લોકોના દર્દનાક મોત, જુઓ Video
| Edited By: | Updated on: Aug 30, 2023 | 10:06 AM

પૂણેમાં આજે હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી, આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા છે. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઇલેક્ટ્રિક હાર્ડવેરની દુકાનમાં આ ઘટના બની હતી. મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે.

અહીં ઈલેક્ટ્રીક હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. દુકાનમાંથી આગની ઉંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા વળ્યા હતા જેને જોતા આસપાસના લોકોના હોશ ઉડી ગયા હતા. ઘટનાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : ‘ઐશ્વર્યા રાય જેવી આંખો’, મહારાષ્ટ્રના મંત્રીએ વિવાદિત નિવેદન પર મહિલા આયોગને આપ્યો આ જવાબ

માહિતી આપતા, મહારાષ્ટ્રના PCMC (પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન) ફાયર વિભાગે જણાવ્યું કે, પૂણે જિલ્લાના પિંપરી-ચિંચવડના પૂર્ણાનગર વિસ્તારમાં આજે લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે. રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઇલેક્ટ્રિક હાર્ડવેરની દુકાનમાં આજે સવારે લગભગ 5 વાગ્યે આગ ફાટી નીકળી હતી. વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઇલેક્ટ્રિક હાર્ડવેરની દુકાનમાં આજે સવારે લગભગ 5 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:58 am, Wed, 30 August 23