Breaking News : સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયન કેસમાં CBIએ 6 વર્ષ બાદ નોંધી FIR, આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાના નામ સામેલ

Disha Salian Case : સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લગભગ છ વર્ષ બાદ, CBIએ આ મામલે FIR નોંધી છે, જેનાથી એવી આશા જાગી છે કે તેમના મૃત્યુ પાછળનું સત્ય આખરે બહાર આવશે

Breaking News : સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયન કેસમાં CBIએ 6 વર્ષ બાદ નોંધી FIR, આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાના નામ સામેલ
fir in disha salian case
| Updated on: Sep 14, 2026 | 2:51 PM

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લગભગ છ વર્ષ બાદ, CBIએ આ મામલે FIR નોંધી છે, જેનાથી એવી આશા જાગી છે કે તેમના મૃત્યુ પાછળનું સત્ય આખરે બહાર આવશે. તપાસ એજન્સીએ દિશાના પિતા સતીશ સાલિયનનું નિવેદન નોંધ્યું હતું. આ પ્રક્રિયામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો.

ઉદ્ધવ-આદિત્ય સહિત એક્ટર્સના નામ પણ સામેલ

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ આ FIR નોંધવામાં આવી છે, જેમાં આદિત્ય ઠાકરે (શિવસેના UBTના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર), અભિનેતા ડીનો મોરિયા અને અભિનેતા સૂરજ પંચોલી, રોહન રોય, આદિત્ય ઠાકરેનો બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુરના નામનો સમાવેશ થાય છે. CBI આ મામલે આ હવે આ તમામ વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરશે.

ગેંગ-રેપ અને હત્યાના આરોપો

સતીશ સાલિયન તેમના વકીલ નિલેશ ઓઝા સાથે પોતાનું નિવેદન નોંધાવવા માટે CBI સમક્ષ હાજર થયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી દિશા પર ગેંગ-રેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. અગાઉ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને આ કેસની CBI તપાસની માંગ કરી હતી અને તેમાં જાણીતી હસ્તીઓ તથા પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આરોપો મૂક્યા હતા. 2 સપ્ટેમ્બર, 2026ના રોજ, બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધવાનો અને તપાસ હાથ ધરવા માટે એક વરિષ્ઠ તથા અનુભવી અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આરોપી તરીકે જાહેર કરવામાં ન આવે.

પહેલા દિશાનું પણ મૃત્યુ પછી અઠવાડિયામાં સુશાંતનુ મૃત્યું

દિશા સાલિયન એક સેલિબ્રિટી મેનેજર હતા. જેમણે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઊંચી ઈમારત પરથી પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું; ત્યારબાદ તેમનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મુંબઈ પોલીસે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો, પરંતુ ઝીણવટભરી તપાસ બાદ તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. પોલીસે કોઈ પણ પ્રકારની ગરબડ કે ષડયંત્રની શક્યતાને નકારી કાઢી હતી. પરંતુ, દિશાના પિતા સતીશે આ નિષ્કર્ષ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટેની લડત ચાલુ રાખી. તેમના પ્રયાસોને કારણે જ આજે CBIએ આ કેસ નોંધ્યો છે.

આદિત્ય ઠાકરેએ અગાઉ આરોપોને નકારી કાઢ્યા હતા

દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે આરોપો મૂક્યા છે, પરંતુ આદિત્યએ તેને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે દિશાના મૃત્યુ સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને તેઓ દાવો કરે છે કે તેમને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.

Ramayana Song Breaking: ‘રામાયણ’નું પ્રથમ ગીત ‘જય જય રામ’ થયું રિલીઝ! છવાયા રામ-સીતા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 2:48 pm, Mon, 14 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.