Mumbai: ‘દીકરી કોઈ સંપત્તિ નથી જેને દાનમાં આપી શકાય’ છોકરી તાંત્રિકને દાનમાં આપવા પર બોમ્બે હાઈકોર્ટે પિતાને લગાવી ફટકાર

|

Jan 28, 2022 | 10:55 PM

કોર્ટે કહ્યું કે તેઓ છોકરીના ભવિષ્યને લઈને ચિંતિત છે. તે આ બાબતે આંખો બંધ કરી શકતી નથી. કોર્ટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આ મામલાની તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Mumbai: દીકરી કોઈ સંપત્તિ નથી જેને દાનમાં આપી શકાય છોકરી તાંત્રિકને દાનમાં આપવા પર બોમ્બે હાઈકોર્ટે પિતાને લગાવી ફટકાર
Symbolic Image

Follow us on

બોમ્બે હાઈકોર્ટની (Bombay High Court) ઔરંગાબાદ બેન્ચે દીકરીના દાન કરવાના મામલે સખત વાંધો ઉઠાવ્યો છે. વાસ્તવમાં એક વ્યક્તિએ પોતાની 17 વર્ષની દીકરીને તાંત્રિકને દાન કરી દીધી છે. આ કેસમાં કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે છોકરી કોઈ સંપત્તિ નથી, જે દાનમાં (Donation) આપવામાં આવે. જસ્ટિસ વિભા કંકણવાડીની સિંગલ બેન્ચે આ મહિનાની શરૂઆતમાં તાંત્રિક શંકેશ્વર ઢાંકે અને તેના શિષ્ય સોપાન ઢાકનેની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. બંનેની સગીર સાથે કથિત બળાત્કારના મામલે ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી પીડિતા અને તેના પિતા સાથે જાલના જિલ્લાના બદનાપુર મંદિરમાં રહેતા હતા.

યુવતીએ ઓગસ્ટ 2021માં બંને વિરુદ્ધ બળાત્કારના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ન્યાયાધીશ કંકણવાડીએ તેમના આદેશમાં ફરિયાદ પક્ષના કેસની નોંધ લેતા કહ્યું કે 2018માં છોકરીના પિતા અને ઢાકને વચ્ચે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ‘દાન પત્ર’નું પાલન કરવામાં આવ્યું હતું.

‘સગીર પુત્રીનું શા માટે દાન કર્યું’

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, ‘એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ તેની પુત્રી બાબાને દાનમાં આપી હતી, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ‘કન્યાદાન’ ભગવાનની સામે કરવામાં આવ્યું છે. સાથે જ યુવતીના નિવેદન મુજબ તે સગીર છે, તો પછી તેના પિતાએ તેનું દાન કેમ કર્યું. છોકરીનું ‘દાન’ શા માટે કર્યું. તેને ચિંતાજનક હકીકત ગણાવતા જસ્ટિસ કંકણવાડીએ કહ્યું કે છોકરી એ સંપત્તિ નથી, જેને દાન કરી શકાય.

Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ

‘દીકરી એ કોઈ સંપત્તિ નથી જેને દાનમાં આપી શકાય’

કોર્ટે કહ્યું કે તેઓ છોકરીના ભવિષ્યને લઈને ચિંતિત છે. તે આ બાબતે આંખો બંધ નથી કરી શકતી. કોર્ટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આ મામલાની તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ છોકરીના ભવિષ્યનો પ્રશ્ન છે, તેને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન કરવામાં આવે.

બોમ્બે હાઈકોર્ટે બંને આરોપીઓને 25 – 25 હજાર રૂપિયાના જામીનપાત્ર બોન્ડ પર  શરતી જામીન આપતાં આ કેસની આગામી સુનાવણી 4 ફેબ્રુઆરીએ નક્કી કરી છે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા પર સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા, કહ્યું- કોર્ટમાંથી માત્ર એક જ પક્ષને કેવી રીતે રાહત મળી શકે?

Next Article