Bombay High Court : હાઈકોર્ટે 23 સપ્તાહના ગર્ભને આપી ગર્ભપાત કરવાની મંજૂરી, જાણો શા માટે કોર્ટ આપી મંજુરી ?

|

Aug 18, 2021 | 4:06 PM

બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક મહિલાની માનસિક સ્થિતિ જોઈને ગર્ભપાત (Abortion) કરવાની મંજુરી આપી છે. ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી મહિલાને બીમારી વધવાની શક્યતા હતી, જેને ધ્યાનમાં રાખીને પેનલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Bombay High Court : હાઈકોર્ટે 23 સપ્તાહના ગર્ભને આપી ગર્ભપાત કરવાની મંજૂરી, જાણો શા માટે કોર્ટ આપી મંજુરી ?
Bombay High Court (File Photo)

Follow us on

Bombay High Court : બોમ્બે હાઈકોર્ટે એક મહિલાને તેના 23 અઠવાડિયાના તંદુરસ્ત ગર્ભનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયા અને જસ્ટિસ માધવ જમાદારની ખંડપીઠે આ ચુકાદો સંભળાવ્યો હતો. HC એ તેના આદેશમાં WHO દ્વારા મહિલાઓના પ્રજનન અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી આ 22 વર્ષીય મહિલાની મુંબઈની સરકારી જેજે હોસ્પિટલના નિષ્ણાતોની (Hospital Experts) પેનલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પેનલે અવલોકનમાં જણાવ્યું કે, મહિલાનો ગર્ભ તંદુરસ્ત છે અને તેમાં કોઈ અસાધારણતા નહોતી, પરંતુ ગર્ભપાતને (Abortion) કારણે મહિલા માનસિક રીતે બીમાર (Mental Health) થઈ ગઈ હતી અને ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી તેને કેટલીક બીમારી વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પેનલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અરજીમાં મહિલાએ હાઈકોર્ટને (High court) જણાવ્યું હતું કે, તે પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ રહી છે અને તે આ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માંગતી નથી.

ગર્ભવસ્થા ચાલુ રાખવાથી બિમારી વધવાની શક્યતા

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાઈકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતુ કે, “મહિલા પર બળાત્કાર (Marital rape) એ ઘરેલું હિંસાનું સૌથી મોટું ઉદાહરણ છે.” આપને જણાવી દઈએ કે, મહિલાએ તેની અરજીમાં જણાવ્યુ હતું કે બાળકના જન્મની સ્થિતિમાં તેને તેના પતિ તરફથી કોઈ ટેકો મળવાની આશા નથી. ત્યારે આવી સ્થિતિમાં હાઈકોર્ટ કહ્યું કે, મહિલાને ગર્ભપાત કરવાની મનાઈ કરવામાં આવે તો તેને ગર્ભાવસ્થા માટે મજબુર કરવા સમાન થશે. ઉપરાંત, ગર્ભવસ્થાને કારણે તેને અન્ય કેટલીક બિમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

દેશમાં 23 અઠવાડિયાની ગર્ભાવસ્થાને ગર્ભપાતની મંજૂરી આપનાર પ્રથમ કેસ

આથી સ્થિતિને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઇકોર્ટે એક મહિલાને 23 અઠવાડિયાની ગર્ભાવસ્થાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. સ્ત્રીના ગર્ભમાં ત્રણ ગર્ભ વિકસી રહ્યા છે. 23 અઠવાડિયાની ગર્ભાવસ્થાને ગર્ભપાતની મંજૂરી આપનાર આ દેશનો કદાચ પહેલો કેસ છે. જે.જે હોસ્પિટલની એક નિષ્ણાત પેનલે ગર્ભાવસ્થાને ગર્ભપાત (Abortion) કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

જેમાં પેનલે જણાવ્યુ હતુ કે, આ ગર્ભાવસ્થા માતાની માનસિક સ્થિતિ (Mental Health) માટે સારી નથી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની કલમ 3 હેઠળ, 20 અઠવાડિયાથી ઉપરનો ગર્ભ ગર્ભપાત કરી શકાતો નથી, પરંતુ માતાના જીવન માટે ખતરો હોય અથવા અજાત બાળકના ભાવિ જીવન સાથે સમસ્યા હોય તો તે ગર્ભપાત કરી શકે છે.

 

આ પણ વાંચો: Maharashtra : પાંચ સમન્સ મળવા છતા પુછપરછ માટે ED ઓફિસ હાજર નથી થતા અનિલ દેશમુખ !

આ પણ વાંચો:  Maharashtra: પૂર્વ ધારાસભ્ય સામે બેંક કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી, EDએ 234 કરોડની સંપત્તિ કરી જપ્ત

Next Article