Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી

|

Dec 23, 2021 | 12:23 PM

અવારનવાર વિવાદિત પોસ્ટને લઈને ચર્ચામાં રહેતી બોલિવુડ ક્વીન કંગના વધુ એક વખત શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે ફસાઈ છે.

Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી
Kangana Ranaut reaches Khar police station

Follow us on

Mumbai : શીખ સુમદાય પરના વિવાદિત નિવેદનને કારણે બોલિવુડ અભિનેત્રી કંગનાની (Kangana Ranaut) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. આ કેસમાં હાઈકોર્ટે(Bombay Highcourt)  કહ્યું હતું કે, આ વિષય કંગનાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર સાથે સંબંધિત છે. આ પછી કોર્ટે કંગનાને ધરપકડમાંથી વચગાળાની રાહત પણ આપી હતી. જો કે આ કેસને પગલે હાલ કંગનાને ખાર પોલીસ સ્ટેશનમાં(Thar Police Station)હાજર થવુ પડ્યુ છે.

વિવાદિત પોસ્ટના કારણે કંગનાની વધી મુશ્કેલી

અવારનવાર પોતાની પોસ્ટને કારણે વિવાદમાં રહેતી કંગના વધુ એક નિવેદનને કારણે ફસાઈ છે.થોડા દિવસો અગાઉ તેણે એક સોશિયલ મીડિયા (Social media) પોસ્ટમાં કથિત રીતે ખેડૂતોના આંદોલનને અલગતાવાદી જૂથ સાથે જોડ્યું હતું અને શીખ સમુદાય પર ટિપ્પણી કરી હતી. શીખ સંગઠન દ્વારા  ગયા મહિને ખાર પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ FIRના સંબંધમાં કંગનાએ મુંબઈ પોલીસ (Mumbai Police)સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવો પડ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, પોલીસે તેને આ મહિનાની શરૂઆતમાં પૂછપરછ માટે નોટિસ જાહેર કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

 કંગનાએ ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતુ

આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, આ વિષય કંગનાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર સાથે સંબંધિત છે. આ પછી કોર્ટે કંગનાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે,રણૌતે આ મહિનાની શરૂઆતમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ખાર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR ને રદ કરવાની વિનંતી કરી હતી.

અભિનેત્રીની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી શીખ સમુદાયના કેટલાક લોકો દ્વારા અભિનેત્રી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, રણૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું.

 

 

આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

આ પણ વાંચો : King Khan : આર્યન ડ્રગ કેસ પછી, શાહરૂખ ખાને પઠાણ માટે શૂટિંગ શરૂ કર્યું, મુંબઈના સેટ પરથી તસવીર સામે આવી

Published On - 11:49 am, Thu, 23 December 21

Next Article