Mumbai: ગણપતિ વિસર્જન દરમિયાન વર્સોવા બીચ પર ડૂબેલા ત્રણ બાળકોમાંથી બેના મળ્યા મૃતદેહ, એક હજી પણ ગુમ

|

Sep 20, 2021 | 8:28 PM

રવિવારે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન 5 બાળકો ડૂબી ગયા હતા. ઘટના દરમિયાન બીચ પર હાજર લોકોએ 2 બાળકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ બાળકો ગુમ થયા હતા.

Mumbai: ગણપતિ વિસર્જન દરમિયાન વર્સોવા બીચ પર ડૂબેલા ત્રણ બાળકોમાંથી બેના મળ્યા મૃતદેહ, એક હજી પણ ગુમ
રવિવારે ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના થઈ (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

ગણેશ મૂર્તિ વિસર્જન (Ganpati Visarjan 2021) દરમિયાન રવિવારે મુંબઈમાં (Mumbai) એક મોટી દુર્ઘટના બની હતી. અહીં વર્સોવા બીચ (Versova beach Drowning) પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા. ઘટના દરમિયાન બીચ પર હાજર લોકોએ 2 બાળકોને બચાવી લીધા હતા. તે જ સમયે અન્ય ત્રણ ગુમ થયેલા બાળકોમાંથી બેના મૃતદેહ આજે (સોમવારે) મળી આવ્યા છે અને હજી પણ એક બાળક ગુમ છે.

 

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

રવિવારે મુંબઈના વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ બાળકો ધોવાઈ ગયા હતા. જે બાદ બેને સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો ગુમ હતા. ઘટનાસ્થળેથી બચાવેલા બે બાળકોને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ ત્રણ ગુમ થયેલા બાળકોની શોધમાં લાઈફ બોય અને મનીલા રોપ ફ્લડ રેસ્ક્યુ ટીમે એલઈડી લાઈટો દ્વારા ઘટનાસ્થળે અને આસપાસના ક્ષેત્રના ફેરી બોટનો ઉપયોગ કરીને બચાવ અભિયાન ચલાવ્યું હતું.

 

 

ત્રીજા બાળકની શોધ ચાલુ છે

બીએમસીના જણાવ્યા અનુસાર ત્રણમાંથી બે બાળકોના મૃતદેહ આજે (સોમવારે) મળી આવ્યા છે. જ્યારે હજુ એક બાળક ગુમ છે, જેની  શોધ ચાલુ છે. આ વખતે વહીવટીતંત્ર દ્વારા વિસર્જન સરઘસને મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર નિકળ્યા હતા. વર્સોવા બીચ પર પણ વિસર્જનની  મંજૂરી આપવામાં આવી નહોતી. મુંબઈના રાજા તરીકે જાણીતા ગણેશ ગલીના ગણપતિ બાપ્પાનું પણ મુંબઈના ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

 

મૂર્તિઓની ઉંચાઈ પણ ઓછી રાખવામાં આવી હતી

મુંબઈમાં ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે રવિવારે બપોર સુધી શહેરના વિવિધ સ્થળોએ ગણપતિ અને ગૌરીની 2,185 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મહારાષ્ટ્રમાં જાહેર મંડળોના ગણપતિની મહત્તમ ઉંચાઈ ચાર ફૂટ રાખવામાં આવી હતી અને સરઘસને મંજૂરી નહોતી આપવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને ગણેશ ગલીથી લાલબાગના રાજાની મૂર્તિની ઉંચાઈ પણ ચાર ફૂટથી વધુ રાખવામાં આવી ન હતી.

 

આ પણ વાંચો :  Maharashtra Corona Update: ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા-4 વેરિઅન્ટે વધાર્યું મહારાષ્ટ્રનું ટેન્શન, દેશમાં હાલ 25 મ્યુટેશન સક્રિય

 

Next Article