શિવસેનાના ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે (13 જાન્યુઆરી) મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મુંબઈ મહાનગરપાલિકા એટલે કે BMC દ્વારા આપવામાં આવેલા 400 કિલોમીટરના રોડને કોંક્રીટ કરવા માટેના ટેન્ડરમાં 6000 કરોડના મોટા કૌભાંડનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે આ કૌભાંડ માટે સીધા સીએમ એકનાથ શિંદેને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે માગ કરી છે કે 6 હજાર કરોડના ટેન્ડરોની તપાસ થવી જોઈએ.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે હાલમાં BMCમાં કોઈ મેયર નથી. ચૂંટણી યોજાવાની છે. BMCમાં હાલમાં વહીવટકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બીએમસીના નિર્ણયો સીએમના આદેશ પર જ લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રસ્તાઓના કોંક્રીટાઇઝેશન માટે ત્રણ વર્ષમાં છ હજાર કરોડના કોન્ટ્રાક્ટ અપાય તેવી અપેક્ષા હતી.
આ પણ વાંચો: Maharashtra: મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં ભાજપે પાડી દીધો ખેલ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અંધારામાં જ રહી ગયા
તે ટેન્ડર માત્ર એક વર્ષ માટે કાઢવામાં આવ્યા હતા. 5 હજાર કરોડના તે ટેન્ડરો કાઢવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરોએ તે ટેન્ડર અંગે કોઈ ઉત્સાહ ન દાખવતાં તે ટેન્ડર રદ કરવું પડ્યું અને ફરીથી 6 હજાર 80 કરોડનું ટેન્ડર લાવવું પડ્યું.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે સીએમને રોડના કામની કોઈ સમજ નથી. સરકાર દ્વારા મુંબઈનો એટીએમની જેમ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુંબઈવાસીઓની મહેનતના પૈસાની લૂંટ શરૂ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરોને 48 ટકા લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઈમાં રોડનું કામ 1લી ઓક્ટોબરથી 31મી મે વચ્ચે કરવામાં આવે છે. એટલે કે, વરસાદ પછી શરૂ થયેલું કામ વરસાદ પહેલા પૂરું કરવું પડે છે. પરંતુ હવે જે ટેન્ડરો અપાયા છે તે મુજબ ફેબ્રુઆરીમાં જ કામ શરૂ થશે. આવી સ્થિતિમાં વરસાદ પહેલા કેવી રીતે સમાપ્ત થશે? મુખ્યમંત્રીને મુંબઈમાં કઈ રીતે કામ થાય છે. એ જ ખબર નથી. કોન્ટ્રાક્ટરોને આજદિન સુધી આટલો નફો અપાયો નથી. તેમને 48 ટકા નફો આપવામાં આવ્યો છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે મુંબઈમાં સિમેન્ટ કોન્ક્રીટાઈઝેશનના નામે લૂંટ થઈ રહી છે. છેલ્લા સાત વર્ષથી આજના મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી હતા, તેમના થાણે વિસ્તારના રસ્તા સિમેન્ટના કેમ ન બન્યા?