મુંબઈમાં ભારતીય નેવી ડોકયાર્ડમાં યુદ્ધ જહાજ આઈએનએસ રણવીરમાં (Warship INS Ranvir) થયેલા વિસ્ફોટમાં 3 નૌસૈનિકો શહીદ થયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનામાં કેટલાક નૌસૈનિકો ઘાયલ થયા છે. નૌસેનાએ ( Indian Navy) આઈએનએસ રણવીરમાં થયેલા વિસ્ફોટ અંગે તપાસ કરવાના આપ્યા આદેશ.
મંગળવારે મુંબઈમાં ભારતીય નેવી ડોકયાર્ડમાં (Navy Dockyard) યુદ્ધ જહાજ INS રણવીરના (Warship INS Ranvir) આંતરિક ભાગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં જહાજ પર તૈનાત નૌકાદળના ત્રણ જવાન શહીદ થયા છે અને અનેક જવાનો ઘાયલ થયા છે. જો કે, વિસ્ફોટ પછી તરત જ આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે જહાજને વધુ નુકસાન થયું ન હતું.
યુદ્ધ જહાજ INS રણવીરમાં થયેલ વિસ્ફોટની ઘટના બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જહાજના ક્રૂ મેમ્બરોએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુદ્ધ જહાજ INS રણવીરને વધારે નુકસાન થયું ન હતું.
મીડિયા અહેવાલો અનુસાર, ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં આઈએનએસ રણવીર નવેમ્બર 2021 થી દરિયાકાંઠાના વિસ્તારમાં ઓપરેશનલ તૈનાત પર હતું અને જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તરત જ તે દરિયાકિનારે પરત આવવાનું હતું. આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જહાજને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઈજા પામેલા 11 નૌસૈનિકોની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ શહીદ થયેલા નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી.
INS Ranvir was on cross coast operational deployment from Eastern Naval Command since Nov 2021 & was due to return to base port shortly
Board of Inquiry has been ordered to investigate into the cause@AjaybhattBJP4UK @Bhupendrapbjp @gujratsamachar @TwitterIndia @ians_india @FT pic.twitter.com/gZykhsv4Ls
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) January 18, 2022
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 9:32 pm, Tue, 18 January 22