Maharashtra: કિરીટ સોમૈયાના નિશાન પર હવે મહારાષ્ટ્રના CMના બંગલા, અલીબાગ જઈને કરશે ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરેના 19 બંગલાઓની તપાસ

હસન મુશ્રીફના કારખાનાની તપાસ માટે સોમૈયા કોલ્હાપુર જવા રવાના થયા હતા. પરંતુ સવારે તેમને કરાડ પોલીસે કસ્ટડીમાં લઈ લીધા હતા અને કોલ્હાપુર જવા દેવાયા ન હતા.

Maharashtra: કિરીટ સોમૈયાના નિશાન પર હવે મહારાષ્ટ્રના CMના બંગલા, અલીબાગ જઈને કરશે ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરેના 19 બંગલાઓની તપાસ
Kirit Somaiya (File Image)
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:14 PM

મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રી હસન મુશ્રીફ (Hasan Mushrif) પર આરોપ લગાવ્યા બાદ હવે ભાજપના નેતા કિરીટ સોમૈયાની (Kirit Somaiya BJP) રડાર પર ઠાકરે પરિવાર આવી ગયો છે. કિરીટ સોમૈયાએ કહ્યું છે કે તેઓ સોમવારે અલીબાગ જઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને રશ્મિ ઠાકરેના (Rashmi Thackeray) બંગલાઓની તપાસ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા વર્ષો પહેલા ઠાકરે પરિવારે અલીબાગ નજીક કોરલાઈ ગામમાં 19 બંગ્લાઓ સહિત વિશાળ જમીન ખરીદી છે.

 

સોમૈયા હસન મુશ્રીફના કારખાનાની તપાસ માટે કોલ્હાપુર જવા રવાના થયા હતા. પરંતુ સવારે તેમને કરાડ પોલીસે કસ્ટડીમાં લઈ લીધા હતા અને કોલ્હાપુર જવા દેવાયા ન હતા. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કિરીટ સોમૈયાએ સીધા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.

 

તેમણે કહ્યું “ઠાકરે પરિવાર પાસે 19 બંગલા છે. આ બંગલાઓ ક્યાંથી આવ્યા? ઉદ્ધવ ઠાકરેએ તેમની પત્ની રશ્મિ ઠાકરેના નામે આ બંગલા લીધા છે. સોમવારે હું અલીબાગ જઈશ અને ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરેના નામ પર લેવાયેલા બંગલાની તપાસ કરીશ.”

આ ઠાકરે સરકારની તાનાશાહી છે

આ પછી સૌમેયાને તેમને ઘરમાં જ નજરકેદ કરવા પર અને કોલ્હાપુર નહીં જવા દેવાના સંદર્ભમા કહ્યું કે આ ઠાકરે સરકારની તાનાશાહી છે. મને ગણેશ વિસર્જન માટે રોકવામાં આવ્યો હતો. કોલ્હાપુર જઈને અંબાબાઈના દર્શન કરતા રોકવામાં આવ્યા. મને CSMT સ્ટેશનની બહાર રોકવામાં આવ્યો.

 

હું ટ્રેન ન પકડી શકુ તેના માટે દરેક પ્રયત્નો કરવામાં આવ્યા. મારી સાથે ધક્કા મુક્કી કરવામાં આવી. મેં પૂછ્યું કે મને કયા અધિકાર હેઠળ અટકાયતમાં લેવામાં આવી રહ્યો છે? આ અંગે મને કહેવામાં આવ્યું કે ઠાકરે સરકારનો આદેશ છે કે મને મુંબઈની બહાર ન જવા દેવામાં આવે.

 

‘ઉદ્ધવ ઠાકરેએ ભગવો રંગ છોડીને, લીલો પહેર્યો’

કિરીટ સોમૈયાએ કહ્યું, ‘હું હિન્દુ છું,  શું એટલા માટે મને રોકવામાં આવી રહ્યો છે? ઉદ્ધવ જી, તમે ભલે લીલો રંગ પહેરો પણ મને વિસર્જન કરવાથી, અંબેબાઈના દર્શન કરવાથી રોકશો તે ચાલશે નહીં. હું હાઈકોર્ટમાં જઈશ. ખોટા આદેશો આપીને મને મારા ઘરમાં છ કલાક નજરકેદ કરવામાં આવ્યો હતો. આવો આદેશ આપનારા મુંબઈ પોલીસ કમિશ્નર પર કાર્યવાહી કરવામાં આવે. આ માંગ લઈને હુ કોર્ટમાં જવાનો છું.

 

મારા પર હુમલાની માહિતી ક્યાંથી મળી? સુરક્ષા વ્યવસ્થા સાથે આ માહિતી શા માટે શેર કરવામાં ન આવી?

કોલ્હાપુરમાં પ્રવેશ પ્રતિબંધના આદેશ પર સવાલ ઉઠાવતા કિરીટ સોમૈયાએ કહ્યું કે તે ઓર્ડરમાં લખ્યું છે કે માનનીય હસન મુશ્રીફ આજે કોલ્હાપુર જિલ્લાના કાગલ આવવાના છે. તેના સ્વાગત માટે કાર્યકરો ભેગા થશે. આ દરમિયાન કિરીટ સોમૈયા પર હુમલાની શક્યતા છે.

 

કિરીટ સોમૈયાએ કહ્યું કે તેમણે ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ પાસે માંગણી કરી છે કે આ અધિકૃત આદેશ તમારી સરકારે આપ્યો છે. તમને આ ગુપ્ત માહિતી કોણે આપી? અને જો મારા પર હુમલો થયો હોવાની શંકા હતી તો સુરક્ષા તંત્રને તેની જાણ કેમ ન કરવામાં આવી?

 

‘મારા પર હુમલાઓ થાય , તે મુખ્યમંત્રીની ઇચ્છા છે’

આગળ કિરીટ સોમૈયાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘મારા પર હુમલાઓ થાય, તે મુખ્યમંત્રીની ઈચ્છા છે’. ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આનો જવાબ આપવો પડશે. મુશ્રીફના સ્વાગત માટે એનસીપીના કાર્યકરો આવવાના હતા કે ગુંડા? કે NCPના કાર્યકરો જ ગુંડા છે? ‘

 

આ પણ વાંચો :  કર ચોરીના આરોપ વચ્ચે સોનૂ સુદનું પહેલુ ટ્વિટ, કહ્યુ “ચાર દિવસથી કેટલાક મહેમાનોને અટેન્ડ કરી રહ્યો હતો”

Published On - 6:30 pm, Mon, 20 September 21