મહારાષ્ટ્ર સરકારના મંત્રી પર 127 કરોડના કૌભાંડનો આરોપ, NCP નેતા હસન મુશ્રીફ ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે કરશે 100 કરોડનો માનહાનીનો દાવો

|

Sep 13, 2021 | 8:36 PM

કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો કે હસન મુશ્રીફ અને તેના પરિવારે બોગસ અને શેલ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. ઘણી બેનામી મિલકતો ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમણે આવકવેરા વિભાગને 2,700 પાનાના પુરાવા સોંપી દીધા છે અને આવતીકાલે ઈડીને સત્તાવાર ફરિયાદ કરવા જઈ રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી પર 127 કરોડના કૌભાંડનો આરોપ, NCP નેતા હસન મુશ્રીફ ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે કરશે 100 કરોડનો માનહાનીનો દાવો
કિરીટ સોમૈયા અને હસન મુશ્રીફ

Follow us on

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં (Maha Vikas Aghadi) ગ્રામીણ વિકાસ મંત્રી અને એનસીપીના નેતા હસન મુશ્રીફ (NCP Hasan Mushrif) પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ (BJP Kirit Somaiya) 127 કરોડના કૌભાંડનો (127 Crore Scam) આરોપ લગાવ્યો છે. તેમણે બપોરે 1 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને આ આક્ષેપ કર્યો હતો.

 

તેમણે કહ્યું કે દિવાળી સુધીમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) ટીમ ઈલેવનનો પર્દાફાશ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ દુર્ભાગ્યે ટીમ ઈલેવનની ટીમમાં ખેલાડીઓની સંખ્યા વધતી જઈ રહી છે. તેમણે કહ્યું કે હસન મુશ્રીફનું નામ ટીમ ઈલેવનની બહારના વધારાના ખેલાડીમાં સામેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો કે હસન મુશ્રીફ અને તેના પરિવારે કરોડોના કૌભાંડો કર્યા છે. આ કૌભાંડ હેઠળ બોગસ અને શેલ કંપનીઓ મારફતે હસન મુશ્રીફે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ ગેરકાયદે નાણાકીય વ્યવહાર દ્વારા ઘણી બેનામી મિલકતો ઉભી કરવામાં આવી છે.

 

કિરીટ સોમૈયાએ જણાવ્યું કે તેમણે આ કેસ સાથે સંબંધિત 2,700 પાનાના પુરાવા આવકવેરા વિભાગને સોંપ્યા છે, ઉપરાંત તેઓ આવતીકાલે (14 સપ્ટેમ્બર, મંગળવારે) ઈડી (ED)ને સત્તાવાર ફરિયાદ કરવા જઈ રહ્યા છે. તેના જવાબમાં હસન મુશ્રીફે આ આરોપને ફગાવી દીધો અને કહ્યું કે તે કિરીટ સોમૈયા સામે 100 કરોડનો બદનક્ષીનો દાવો કરશે.

 

બોગસ કંપનીઓ દ્વારા પૈસા કમાઈને પ્રોપર્ટી બનાવી

કિરીટ સોમૈયાએ પત્રકારોને જણાવ્યું કે મુશ્રીફ અને તેમના પરિવારના નામે ઘણી કંપનીઓ છે. કોલકાતાની બોગસ અને શેલ કંપનીઓ સાથે આ કંપનીઓના વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. અસ્તિત્વમાં નથી તેવી કંપનીઓ પાસેથી નફો બતાવીને બેન્કો પાસેથી લોન લેવામાં આવી છે.

 

2019ની વિધાનસભાની ચૂંટણી લડતી વખતે હસન મુશ્રીફના પુત્ર નાવેદ મુશ્રીફે જે પોતાની આવક દર્શાવી છે, તેમાં પણ આ બોગસ અને શેલ કંપનીઓ દ્વારા થતાં વ્યવહારોનો ખુલાસો કરવામાં આવ્યો છે. નાવેદ મુશ્રીફ સરસેનાપતિ સંતાજી ઘોરપડે સુગર મિલમાં શેરહોલ્ડર છે. આ સુગર મિલ સાથે મની લોન્ડરિંગના અનેક કેસો જોડાયેલા હોવાના પુરાવા સામે આવ્યા છે.

 

નાવેદ મુશ્રીફે ચૂંટણી લડવા માટે આપેલા સોગંદનામામાં તેમણે સીઆરએસ સિસ્ટમમાંથી 2 કરોડ રૂપિયા અને મરુભૂમિ ફાઈનાન્સ એન્ડ ડેવલપર્સ નામની કંપની પાસેથી 3.85 કરોડ રૂપિયાની લોન લેવાની માહિતી આપી છે. આ બંને કંપનીઓ કોલકાતાની છે. તેમના સંચાલકો મુશ્રીફના કાર્યકરો છે. સરસેનાપતિ સંતાજી ઘોરપડે સુગર મિલમાં હસન મુશ્રીફની પત્ની સાહિરા હસન મુશ્રીફના નામે 3 લાખ 78 હજાર 340 શેર છે. સોમૈયાએ દાવો કર્યો છે કે 2003થી 2014 સુધી પણ હસન મુશ્રીફ રાજ્યના કેબિનેટ મંત્રી હતા, ત્યારે તે સમય દરમિયાન ઘોરપડે સુગર મિલને શેલ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા મળ્યા હતા.

 

આ બોગસ અને શેલ કંપનીઓના નામે જમા કરવામાં આવી કરોડોની રકમ

કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે એક -બે નહીં પરંતુ ઘણી બોગસ અને શેલ કંપનીઓના નામે કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. મરૂભૂમિ ફાઈનાન્સમાંથી 15.90 કરોડ, નેક્સ્ટજેન કન્સલ્ટન્સી પાસેથી 35.62 કરોડ, યુનિવર્સલ ટ્રેન્ડી એલએલપીમાંથી 4.49 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા.

 

આ સિવાય નવરત્ન એસોસિએટ્સ દ્વારા 4.89 કરોડ રૂપિયા, રજત કન્ઝ્યુમર સર્વિસીઝ પાસેથી 11.85 કરોડ રૂપિયા અને માઉન્ટ કેપિટલમાંથી 2.89 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. થોડા વર્ષો પહેલા હસન મુશ્રીફના પરિવાર પર આવકવેરાના દરોડા પણ પડ્યા હતા.

 

આ પહેલા પણ ઘણા મંત્રીઓ અને નેતાઓ પર કિરીટ સોમૈયાએ લગાવ્યા છે આરોપ

આ પહેલા પણ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબ, મિલિંદ નાર્વેકર, મુંબઈના મેયર કિશોરી પેડણેકર પર કરોડોનું કૌભાંડ અને જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભાવના ગવલી, રવિન્દ્ર વાયકર, જીતેન્દ્ર આવ્હાડ, છગન ભુજબલ, યશવંત જાધવ અને યામિની જાધવ પર પણ કૌભાંડનો આરોપ લગાવ્યો છે.

 

હસન મુશ્રીફે ફગાવ્યો આરોપ,  સોમૈયા સામે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કરશે

 

બીજી બાજુ હસન મુશ્રીફે પણ કિરીટ સોમૈયાના આરોપોનો જવાબ આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને કિરીટ સોમૈયાના આરોપોને નકાર્યા હતા. સાથે જ તેણે એમ પણ કહ્યું કે તે કિરીટ સોમૈયા સામે માનહાનિનો કેસ દાખલ કરશે. મુશ્રીફે કહ્યું કે કિરીટ સોમૈયાએ સંપૂર્ણ માહિતી મેળવીને આક્ષેપો કરવા જોઈએ. તેમને તો  કંપનીઓના નામ પણ યોગ્ય રીતે લેતા આવડતા નથી.

 

વધુમાં હસન મુશ્રીફે કહ્યું કે આ બધું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવાની ભાજપની યોજના છે. આ તમામની બે વર્ષ પહેલા આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમણે કિરીટ સોમૈયાના આરોપો પર કહ્યું કે તેમણે મુંબઈમાં રહીને નહીં પણ કોલ્હાપુરમાં આવીને 8 દિવસ અહીં વિતાવીને તથ્યોને યોગ્ય રીતે એકત્રિત કરવા જોઈએ, પછી આક્ષેપો કરવા જોઈએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનું નામ લેતા તેમણે કહ્યું કે સોમૈયા તેમના ઈશારે તેમના પર આરોપ લગાવી રહ્યા છે.

 

આ પણ વાંચો : CCTV Video: મુંબઈ લોકલ ટ્રેન સામે અચાનક એક મહિલા ઊભી રહી, મોટરમેને રોકી ચાલતી ટ્રેન, જુઓ વિડીયો

Next Article