Maharashtra News : મહારાષ્ટ્રના ઈન્દાપુર તાલુકામાં એક ભયાનક અકસ્માત થયો છે. એક બોટ કરમાલા તાલુકાના કુગાંવથી ઈન્દાપુર તાલુકાના કાલશી તરફ મુસાફરોને લઈ જઈ રહી હતી. આ દરમિયાન ભારે પવનને કારણે આ બોટ ભીમા નદીમાં ડૂબી ગઈ હતી. આ બોટમાં સાત મુસાફરો હતા. જેમાંથી એક પાણીમાંથી તરીને બહાર આવ્યો હતો. બાકીના છ લોકોની ગઈકાલથી શોધખોળ ચાલુ છે. અચાનક આવેલા વાવાઝોડા અને મુશળધાર વરસાદના કારણે આવેલા જોરદાર મોજાને કારણે બોટ પલટી ગઈ હતી.
આ છ લોકો હજુ સુધી શોધી શક્યા નથી. સર્ચ ઓપરેશનમાં અવરોધ ઉભો થતા સર્ચ ઓપરેશન રાત્રે 9 વાગ્યાની આસપાસ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે આજે સવારે 7 વાગ્યાથી ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ NDRFની ટીમ પણ કલાશી ગામની ભીમા નદીની તળેટીમાં પહોંચશે અને ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. સ્થળ પરથી સર્ચ ઓપરેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
#WATCH महाराष्ट्र: पुणे जिले के इंदापुर तहसील के नजदीक कलाशी गांव के पास उजानी बांध के पानी में कल शाम एक नाव पलटने के बाद लापता हुए छह लोगों की तलाश और बचाव अभियान जारी है। https://t.co/z16i9mgXze pic.twitter.com/Vqm82krinI
— ANI_HindiNews (@AHindinews) May 22, 2024
“NDRF, SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે,” પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું. અકસ્માત સમયે બોટમાં ચાર પુરૂષ, બે મહિલા અને બે નાની બાળકીઓ સહિત કુલ 8 મુસાફરો હતા.
તેમાંથી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ ડોંગરે પાણીમાં કૂદીને સલામત રીતે તરીને બહાર નીકળી ગયા હતા. અધિકારીઓએ બુધવાર (22 મે)ના રોજ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે સમગ્ર શહેરમાં ભારે વરસાદ અને જોરદાર પવનો બાદ આ ઘટના બની હતી.