ભૈય્યુ મહારાજની આત્મહત્યાનું કારણ બહાર આવ્યું, કોર્ટે પલક સહિત ત્રણને 6 વર્ષની સજા ફટકારી

|

Jan 28, 2022 | 8:52 PM

આ મામલો સેશન્સ કોર્ટમાં સાડા ત્રણ વર્ષ સુધી ચાલ્યો. આ પછી જસ્ટિસ ધર્મેન્દ્ર સોનીએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, ભૈય્યુ મહારાજે તેમના જીવનમાં પરિવાર કરતાં પોતાના સેવકોને વધુ મહત્વ આપ્યું. એ જ સેવકોએ ભૈય્યુ મહારાજ સાથે દગો કર્યો.

ભૈય્યુ મહારાજની આત્મહત્યાનું કારણ બહાર આવ્યું, કોર્ટે પલક સહિત ત્રણને 6 વર્ષની સજા ફટકારી
Bhaiyuu Maharaj (File Image)

Follow us on

દેશભરમાં ચર્ચાયેલા ભૈય્યુ મહારાજ આત્મહત્યા કેસ (Bhaiyyu Maharaj suicide case) સાથે જોડાયેલા કેસમાં ઈન્દોર કોર્ટે (Indore session court) આખરે શુક્રવારે (28 જાન્યુઆરી) પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે આધ્યાત્મિક ગુરુ ભૈય્યુ મહારાજના મુખ્ય સેવક વિનાયક દુધાલે, ડ્રાઇવર શરદ દેશમુખ અને કેરટેકર પલક પુરાણિકને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ત્રણેયને 6 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમને આઈપીસીની કલમ 306 હેઠળ સજા સંભળાવવામાં આવી છે. 12 જૂન 2018ના રોજ ભૈય્યુ મહારાજે સર્વિસ રિવોલ્વર વડે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે ભૈય્યુ મહારાજે પૈસા માટે નોકરોના બ્લેકમેલિંગના કારણે આત્મહત્યા કરી હતી.

ભૈય્યુ મહારાજની આત્મહત્યા બાદ પોલીસે છ મહિનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ પછી સેશન્સ કોર્ટમાં સાડા ત્રણ વર્ષ સુધી મામલો ચાલ્યો. 32 સાક્ષીઓએ તેમના નિવેદનો નોંધાવ્યા હતા. આ પછી જસ્ટિસ ધર્મેન્દ્ર સોનીએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, ભૈય્યુ મહારાજે તેમના જીવનમાં પરિવાર કરતાં પોતાના સેવકોને વધુ મહત્વ આપ્યું. એ જ સેવકોએ ભૈય્યુ મહારાજ સાથે દગો કર્યો. તેમણે તેમના આશ્રમના કામની જવાબદારી તેમના પર સોંપી. આ જ સેવકોએ ભૈય્યુ મહારાજ સાથે દગો કર્યો અને પૈસા માટે તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં બે લગ્નના લીધે કૌટુંબિક વિખવાદ કારણ સમજવામાં આવ્યું

શરૂઆતમાં, ભૈય્યુ મહારાજની આત્મહત્યાનું કારણ પારિવારિક વિવાદ હોવાનું માનવામાં આવતું હતું. તેની બીજી પત્ની આયુષી અને પુત્રી કુહુ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ હતા. તેમની પુત્રી પૂણેમાં અભ્યાસ કરતી હતી. આત્મહત્યાના થોડા મહિના પહેલા તેમણે સામાજિક અને આધ્યાત્મિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આત્મહત્યાના છ મહિનામાં પોલીસે જે ત્રણ લોકોની ધરપકડ કરી હતી તેમાં મુખ્ય નોકર, ડ્રાઈવર અને એક મહિલા હતી. પલક નામની આ મહિલા દ્વારા ભૈય્યુ મહારાજ સાથેના સંબંધોનો મામલો સામે આવ્યો અને પછી તેને જાહેર કરવાનો ડર બતાવીને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો. આરોપ છે કે પલક એ ભૈય્યુ મહારાજ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. પલકના આ બ્લેકમેઈલિંગમાં સેવાદાર વિનાયક અને ડ્રાઈવર શરદ સામેલ હતા.

ભૈય્યુ મહારાજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રાજકારણમાં મજબૂત પકડ ધરાવતા હતા

ભૈય્યુ મહારાજના અનુયાયીઓમાં મોટા નેતાઓ અને અભિનેતાઓનું નામ હતું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તેમને મળવા અને ચર્ચા કરવા તેમના આશ્રમમાં આવતા હતા. તેમણે મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનારા ખેડૂતોના બાળકો માટે ઘણું કામ કર્યું. તેમની સંસ્થાએ મરાઠવાડામાં 500 તળાવ બનાવ્યા. અનેક વૃક્ષો વાવ્યા. ભૈય્યુ મહારાજ લોકો પાસેથી કોઈ ગિફ્ટ લેતા ન હતા, બલ્કે તેઓ લોકોને બદલામાં વૃક્ષો વાવવા વિનંતી કરતા હતા.

 

આ પણ વાંચો :  NCBએ સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ પેડલર પાડોશીની કરી ધરપકડ, 8 મહિનાથી હતો ફરાર

Next Article