મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાયા છે. અશોક ચવ્હાણ અને અમર રાજુરકરે ભાજપનું સભ્યપદ લીધું હતું. મંગળવારે બપોરે 12.30 વાગ્યે અશોક ચવ્હાણે ઔપચારિક રીતે ભાજપના મુંબઈ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા. આ સમય દરમિયાન મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને ઔપચારિક રીતે તેમને પાર્ટીમાં સામેલ કર્યા.
ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં તક આપે તેવી શક્યતા છે. રાજ્યસભાની ચૂંટણી માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આથી આ એન્ટ્રી કોઈ મોટા નેતાની હાજરીને બદલે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓની હાજરીમાં થઈ હતી. જો રાજકીય સૂત્રોનું માનીએ તો અશોક ચવ્હાણ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કરવા માંગતા હતા. જો કે અશોક ચવ્હાણ આજે પાર્ટીમાં જોડાયા હતા.
અશોક ચવ્હાણે ગઈકાલે સવારે (સોમવારે સવારે) પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગઈ કાલે(સોમવારે) બોલતા ચવ્હાણે કહ્યું હતું કે તેમને નિર્ણય લેવામાં બે દિવસ લાગશે. રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેઓ ભાજપમાં જોડાય ગયા છે. ભાજપ મહારાષ્ટ્રમાંથી ત્રણ લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. આમાંથી એકમાં અશોક ચવ્હાણને તક મળશે તેવી ચર્ચા છે. જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાથી ભાજપ ચોથા ઉમેદવાર તરિકે પણ ચવ્હાણને રાજ્યસભામાં મોકલી શકે છે
નાંદેડ જિલ્લામાં અશોક ચવ્હાણ એટલે કે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે કે અશોક ચવ્હાણનું સમીકરણ હતું. તેથી અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવાથી નાંદેડ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વને અસર થાય તેવી શક્યતા છે.
#WATCH | Former Maharashtra CM Ashok Chavan joins the BJP at the party’s office in Mumbai. He recently quit Congress.
Former Congress MLC Amar Rajurkar also joined the BJP. pic.twitter.com/2833wY76am
— ANI (@ANI) February 13, 2024
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસનો પાર્ટી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અશોક ચવ્હાણ પાસે પાર્ટીની ઘણી જવાબદારીઓ છે. તેથી, પાર્ટીની ચૂંટણીઓ હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે. અશોક ચવ્હાણના રાજીનામા બાદ જોવાનું એ રહે છે કે કોંગ્રેસ વિદર્ભ અને મરાઠવાડામાં ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થાય છે કે નહીં.
આ પણ વાંચો: મુંબઈ પોલીસે કુવૈતથી આવી રહેલી બોટ અરબી સમુદ્રમાંથી ઝડપી, 3 લોકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા
Published On - 2:44 pm, Tue, 13 February 24