Aryan Khan Updates: મુંબઈ ડ્રગ્સ કેસમાં વોટ્સએપ ચેટ અને પંચનામા પર કોર્ટે કર્યા પ્રશ્નો, શું આર્યન ખાન માટે વધુ એક રાહતના સમાચાર?

|

Nov 01, 2021 | 10:51 PM

કોર્ટે કહ્યું કે વોટ્સએપ ચેટના આધારે એવું ન માની શકાય કે અચિત કુમારે આર્યન ખાન અને અરબાઝ ખાનને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. કોર્ટે તેના વિગતવાર આદેશમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પંચનામા રેકોર્ડની સત્યતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

Aryan Khan Updates: મુંબઈ ડ્રગ્સ કેસમાં વોટ્સએપ ચેટ અને પંચનામા પર કોર્ટે કર્યા પ્રશ્નો, શું આર્યન ખાન માટે વધુ એક રાહતના સમાચાર?
Aryan Khan (file photo)

Follow us on

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Drugs Case) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) માટે વધુ એક રાહત આપનારા સમાચાર છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટના સંબંધમાં સુનાવણી કરતા મુંબઈની વિશેષ અદાલતે અચિત કુમારને જામીન આપતા ગયા અઠવાડિયે એક ખાસ વાત કહી હતી.

 

 

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

કોર્ટે કહ્યું કે વોટ્સએપ ચેટના આધારે એવું ન માની શકાય કે અચિત કુમારે આર્યન ખાન અને અરબાઝ ખાનને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. કોર્ટે તેના વિગતવાર આદેશમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પંચનામા રેકોર્ડની સત્યતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે પંચનામું કાલ્પનિક અને શંકાસ્પદ લાગી રહ્યું છે.

 

ન્યાયધીશ વી. વી. પાટીલે શનિવારે 22 વર્ષીય અચિત કુમારને જામીન આપ્યા હતા. આ કેસની સુનાવણી સંબંધિત વિગતવાર આદેશ આપતાં તેમણે કહ્યું હતું કે આર્યન ખાન સાથેની વોટ્સએપ ચેટ સિવાય અચિત કુમાર ક્યારેય આવા કેસમાં સામેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

 

શું અચિત કુમારની જામીન અરજીમાં આર્યન ખાનની દલીલ કામ આવશે?

આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ જેઓની 2-3 ઓક્ટોબરની મધ્યસ્થ રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તેમને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન આપ્યા હતા. આ દરમિયાન એનડીપીએસ સાથે જોડાયેલ વિશેષ અદાલતે શનિવારે અચિત કુમારને જામીન પણ આપ્યા હતા. કોર્ટે કહ્યું કે કુમાર વિરુદ્ધ અન્ય કોઈ આરોપી સાથે સંબંધ હોવાના કોઈ પુરાવા નથી.

 

આ દરમિયાન કોર્ટે પંચનામા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ પંચનામું પાછળથી લખવામાં આવ્યું હતું. તે ઘટનાસ્થળે તૈયાર ન હતું. તેથી પંચનામામાં દર્શાવેલ કેટલીક હકીકતો શંકાસ્પદ છે. તેમના પર સરળતાથી વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રેકોર્ડમાં એવો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી કે જે સાબિત કરે કે અચિત કુમારે આરોપી નંબર વન આર્યન ખાન કે અન્ય કોઈ વ્યક્તિને ડ્રગ્સ સપ્લાય કર્યું છે. તેથી, જામીન માટે અરજી કરનાર વ્યક્તિને જામીન મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.

 

એનસીબીએ દાવો કર્યો હતો કે અચિત કુમારે આર્યન ખાન અને અરબાઝને ડ્રગ્સ મોકલ્યું હતું

NCBએ અચિત કુમારના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી અચિત કુમાર પાસેથી 2.6 ગ્રામ ગાંજો રિકવર કરવાનો દાવો કર્યો હતો. એન્ટી-ડ્રગ એજન્સી એનસીબીના દાવા મુજબ અચિત કુમાર આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ગાંજો અને ચરસ સપ્લાય કરતો હતો.

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા આરિફ નસીમ ખાન વિરૂદ્ધ નોંધાયો કેસ, મહિલા સાથે છેડતીનો આરોપ

Next Article