Aryan Khan Bail: જામીન મળી ગયા હોવા છતા આજની રાત જેલમાં જ વિતાવવી પડશે ! અધિકારીએ આપ્યું આ કારણ

|

Oct 29, 2021 | 7:14 PM

આર્યન ખાને આજની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડશે. જેલ અધિકારીના જણાવ્યા મુજબ આવતીકાલે જ તેને છોડવામાં આવશે.

Aryan Khan Bail: જામીન મળી ગયા હોવા છતા આજની રાત જેલમાં જ વિતાવવી પડશે ! અધિકારીએ આપ્યું આ કારણ
Aryan Khan

Follow us on

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay High Court) જામીન મળ્યા બાદ આર્યન ખાન આજે પણ જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જેલ અધિકારીના જણાવ્યા અનુસાર, રીલીઝ ઓર્ડરની કોપી સમયસર આર્થર રેડ જેલમાં (Arthur Road Jail) પહોંચી શકી નથી. આથી તેને કાલે જ છોડી શકાશે. કેટલાક જેલ અધિકારીઓનું કહેવું છે કે આર્યન ખાન આજના બદલે કાલે જ મુક્ત થશે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આર્થર રોડ સ્થિત જેલમાં સાંજે 5.35 વાગ્યા સુધીમાં જામીનના તમામ કાગળો જમા કરાવવામાં આવ્યા હોત તો તેને સાંજે 7 વાગ્યા સુધીમાં છોડી શકાયો હોત. પરંતુ રીલીઝ ઓર્ડરની કોપી સમયસર જેલમાં પહોંચી શકી ન હતી.

આર્થર રોડ જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન ખાનની જામીન મુક્તિ આજે શક્ય નથી. આવતીકાલે સવારે જ તેને જેલમાંથી મુક્ત કરી શકાશે. તમને જણાવી દઈએ કે ક્રુઝ ડ્રગ્સ કેસમાં તેને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે આર્યનને આજે ઘરે મોકલી શકાય છે. પરંતુ રીલીઝ ઓર્ડરની કોપી સમયસર જેલમાં ન પહોંચતા આજે પણ તેની મુક્તિ શક્ય બની શકી નથી. જેલ અધિકારીઓનું કહેવું છે કે હવે આર્યન ખાન આવતીકાલે સવારે જ તેના ઘરે જઈ શકશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આર્યન ખાન આજે રાત્રે જેલમાં રહેશે

‘રીલીઝ ઓર્ડર સમયસર જેલમાં ન પહોંચ્યો’

તમને જણાવી દઈએ કે સેશન્સ કોર્ટમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. આ કારણોસર આજે જેલમાં રીલીઝ ઓર્ડર સમયસર પહોંચ્યો ન હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જેલની જામીન પેટી પણ બંધ કરી દેવામાં આવી છે. તે હવે આવતીકાલે સવારે ખોલવામાં આવશે. તેથી જ આજે તે જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જેલ પ્રશાસનનું કહેવું છે કે નિયમો બધા માટે સરખા છે. તે નિયમો અનુસાર આગળ વધી શકે છે. NDPS કોર્ટે રિલીઝ ઓર્ડર જાહેર કરી દીધા છે.

આર્યન ખાનને શરતી જામીન મળ્યા છે

જોકે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ ડ્રગ્સના કેસમાંથી હજુ સુધી કોઈ રાહત મળી નથી. તમને જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ મૂકી છે. જે મુજબ આરોપીઓએ દર શુક્રવારે NCB ઓફિસમાં જવાનું રહેશે. ત્રણેય કોઈ નિવેદન આપી શકશે નહીં. તે સોશિયલ મીડિયા પર પણ ટિપ્પણી કરી શકશે નહીં. ત્રણેય આરોપીઓ દેશ કે શહેર છોડીને જઈ શકશે નહી.

 

આ પણ વાંચો :  સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

Next Article