Mumbai: અંધેરી કોર્ટે શિલ્પા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો

|

Feb 13, 2022 | 8:14 AM

સુપ્રીમ કોર્ટના આદેશ પર 2017માં આ કેસ રાજસ્થાનની કોર્ટમાંથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે આરોપી શિલ્પા શેટ્ટી આ કેસમાં આરોપીઓના કથિત કૃત્યનો ભોગ બની હતી.

Mumbai: અંધેરી કોર્ટે શિલ્પા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો
શિલ્પા શેટ્ટીએ એક કિસ્સો સંભળાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે એકવાર તેણે બહેન શમિતા શેટ્ટીને તેના પિતાના કબાટમાં બંધ કરી દીધી હતી. ઘણા સમય પછી તેણે કબાટ ખોલ્યો હતો ત્યારબાદ શમિતા શેટ્ટી શિલ્પા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

Follow us on

મુંબઈની અંધેરી કોર્ટે એક બિઝનેસમેનની ફરિયાદ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા,(Shilpa Shetty) તેની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) અને માતા સુનંદા શેટ્ટીને (Sunanda Shetty) સમન્સ આપ્યું છે. બિઝનેસમેને તેના પર 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. તાજેતરમાં જ મુંબઈની એક અદાલતે લગભગ 15 વર્ષ જૂના અશ્લીલતાના કેસમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને નિર્દોષ જાહેર કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે શિલ્પા હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરના કૃત્યનો ભોગ બનેલી દેખાઈ રહી છે. ગેરે એક સાર્વજનિક કાર્યક્રમમાં શિલ્પાના ગાલ પર ચુંબન કર્યું હતું, ત્યારબાદ બંને વિરુદ્ધ અશ્લીલતાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેતકી ચવ્હાણની કોર્ટે 18 જાન્યુઆરીએ શિલ્પાને આ કેસમાં નિર્દોષ જાહેર કરી હતી. આ અંગેનો વિગતવાર આદેશ સોમવારે ઉપલબ્ધ થયો હતો. શિલ્પા અને રિચર્ડે 2007માં રાજસ્થાનમાં એઈડ્સ સામે જાગરૂકતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રિચર્ડે સ્ટેજ પર શિલ્પાના ગાલ પર કિસ કરી હતી, જેના કારણે દેશભરમાં વિરોધ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

શિલ્પા અને રિચર્ડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ અશ્લીલતાનો કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર 2017માં આ કેસ રાજસ્થાનની કોર્ટમાંથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે આરોપી શિલ્પા શેટ્ટી આ કેસમાં આરોપી રિચર્ડ ગેરના કથિત કૃત્યનો ભોગ બની હતી. ફરિયાદમાં કરાયેલા કોઈપણ આક્ષેપોના એક પણ મુદ્દાને સંતોષતો નથી.

શિલ્પા પર આરોપ છે કે જ્યારે રિચર્ડે તેને તેના ગાલ પર ચુંબન કર્યું ત્યારે તેણે વિરોધ ન કર્યો. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે ફરિયાદ સાથે જોડાયેલ કોઈપણ મીડિયા રિપોર્ટ્સ સામાન્ય ઈરાદો દર્શાવે છે. આનાથી તેણી કોઈ પણ રીતે કોઈ કાવતરાખોર અથવા કોઈ ગુના માટે દોષિત બનતી નથી.

આ પણ વાંચો : TV9 Exclusive Interview: 2 વર્ષ સુધી ‘ગંગુબાઈ’ના રોલમાં મારા રોલને ઢાળવો મારા જીવનનો સૌથી અઘરો રોલ: આલિયા ભટ્ટ

આ પણ વાંચો : Success Story: આ ખેડૂત ખેતીમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરીને કરી રહ્યો છે લાખોની કમાણી

Next Article