Breaking News : બિલ્ડિંગના ચોથા માળેથી રિક્ષા પર લોખંડનો સળિયો પડ્યો, બે લોકોના મોત

મુંબઈમાં એક ઈમારતના ચોથા માળેથી અચાનક લોખંડનો સળિયો ત્યાંથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા પર પડ્યો.જેના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

Breaking News : બિલ્ડિંગના ચોથા માળેથી રિક્ષા પર લોખંડનો સળિયો પડ્યો, બે લોકોના મોત
| Edited By: | Updated on: Mar 12, 2023 | 8:58 AM

મુંબઈમાં એક નિર્માણાધીન ઈમારતના ચોથા માળેથી અચાનક લોખંડનો સળિયો ઓટો રિક્ષા પર પડતા બે લોકોના મોતની ઘટના સામે આવી છે.  જેમાં માતાનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ,જ્યારે પુત્રીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું છે. મહત્વનું છે કે મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. અકસ્માતની માહિતી મળતા જ જોગેશ્વરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી

હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ અને કાર્યવાહી શરૂ કરી હતી. તો બીજી તરફ અકસ્માતનું કારણ જાણવા માટે CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં બાંધકામ સાઈટ પર કામ કરતા કર્મચારીઓની બેદરકારીનો મામલો સામે આવ્યો છે.

જો વિગતે વાત કરીએ તો જોગેશ્વરી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વેની નજીક આવેલી સોનાર ચાલ પાસે મલકાની ડેવલપર્સની બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. શમબાનો શેખ અને તેની પુત્રી આયત ઓટો રિક્ષામાં સ્ટેશનથી મેઘવાડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાંધકામ હેઠળની બિલ્ડીંગના ચોથા માળેથી લોખંડનો સળિયો ચાલી રહેલી ઓટો રિક્ષા પર પડ્યો હતો.

લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો

પોલીસે હાલ અક્સમાતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ એક બેદકારીને કારણે મહિલા અને તેના બાળકના આકસ્મિક મોતથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ બેદરકારીને અક્ષમ્ય ગણાવીને કેટલાક લોકો પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો જોગેશ્વરી પોલીસે પણ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Published On - 8:33 am, Sun, 12 March 23