Maharashtra Bandh: અમૃતા ફડણવીસે મહારાષ્ટ્ર બંધ વચ્ચે ટ્વીટ કરીને પૂછ્યું- ‘આજે વસુલી ચાલુ છે કે બંધ?’

|

Oct 11, 2021 | 10:31 PM

અમૃતા ફડણવીસે મહાવિકાસ અઘાડી દ્વારા જાહેર કરાયેલા 'મહારાષ્ટ્ર બંધ' પર કટાક્ષ કરતા એક ટ્વીટ કર્યું હતું. આ પછી એનસીપીની મહિલા વિંગની પ્રદેશ અધ્યક્ષ રૂપાલી ચાકણકરે પણ જવાબમાં ટ્વીટ કર્યું. ચર્ચા થવાની હતી, તે થઈ ગઈ.

Maharashtra Bandh: અમૃતા ફડણવીસે મહારાષ્ટ્ર બંધ વચ્ચે ટ્વીટ કરીને પૂછ્યું- આજે વસુલી ચાલુ છે કે બંધ?
રૂપાલી ચાકણકર અને અમૃતા ફડણવીસ

Follow us on

લખીમપુર ખીરી (Lakhimpur Khiri Violence) હિંસાના વિરોધમાં મહા વિકાસ આઘાડીએ (Maha Vikas Aghadi) સોમવારે (11 ઓક્ટોબર) મહારાષ્ટ્ર બંધનું (Maharashtra Bandh) એલાન આપ્યું હતું. આ બંધને સફળ બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને NCPના નેતાઓ મુંબઈ સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં રસ્તા પર ઉતર્યા હતા. આ પ્રસંગે મહાવિકાસ અઘાડીના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર ટીકા ટિપ્પણી કરી હતી.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) એક ટ્વિટ કર્યું. મહાવિકાસ અઘાડી પર કટાક્ષ રૂપે આ ટ્વીટ કરવામાં આવતા તેની જોરશોરથી ચર્ચા શરૂ થઈ હતી. આ પછી એનસીપીની મહિલા વિંગના પ્રદેશ અધ્યક્ષ રૂપાલી ચાકણકર (Rupali Chakankar, NCP) પણ ક્યાં ચૂપ રહેવાના હતા. તેમણે પણ ટ્વીટ દ્વારા જ  જવાબ આપ્યો.

 

મહારાષ્ટ્ર બંધ પર અમૃતા ફડણવીસનું વસુલી વાળુ ટ્વીટ ચર્ચામાં રહ્યું

અમૃતા ફડણવીસના ટ્વીટ પર રૂપાલી ચાકણકરની પ્રતિક્રિયા

અમૃતા ફડણવીસે એક ટ્વીટમાં મહાવિકાસ આઘાડી સરકારની મજાક ઉડાવતા લખ્યું હતું કે, ‘Can anyone update me – આજે વસુલી ચાલુ છે કે બંધ? ‘આ ટ્વીટનો જવાબ પણ મજેદાર હતો. એનસીપી નેતા રૂપાલી ચાકણકરે આ ટ્વીટના જવાબમાં એક ટ્વીટ કર્યુ હતુ. રૂપાલી ચાકણકરે મરાઠીમાં પોતાના ટ્વિટમાં લખ્યું, ‘ભાભીના ગીતમાં જે રીતે સુરનો કોઈ તાલમેલ હોતો નથી, તેવી જ રીતે તેમની વાતોમાં પણ કોઈ તાલમેલ જોવા મળતો નથી. સંવેદનહીનતા અને અજ્ઞાનતાનું પરફેક્ટ કોમ્બીનેશન એટલે અમૃતા ભાભી.

દેવેન્દ્ર ફડણવીસે ‘મહારાષ્ટ્ર બંધ’ મુદ્દે મહાવિકાસ આઘાડી પર હુમલો કર્યો

તમને જણાવી દઈએ કે અમૃતા ફડણવીસને ગાવાનો શોખ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમૃતા ફડણવીસે બિગ બી સાથે એક ગીત આલ્બમ પણ બહાર પાડ્યું હતું. અગાઉ, દેવેન્દ્ર ફડણવીસે પણ મહા વિકાસ આઘાડી દ્વારા  ‘મહારાષ્ટ્ર બંધ’ની હાકલ પર જોરદાર હુમલો કર્યો હતો.

 

શરદ પવારે લખીમપુર ખીરી હિંસાની સરખામણી જલિયાવાલા બાગ સાથે કરી હતી. આના પર પલટવાર કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ‘પૂણે જિલ્લાના માવલ પાસે પાણીની માંગણી કરતા ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે જલિયાંવાલા બાગ યાદ આવ્યો હતો કે શું? લખીમપુર ખીરીમાં જે બન્યું તે દુખદ છે. ત્યાં સરકાર યોગ્ય કાર્યવાહી કરી રહી છે.

 

પરંતુ મરાઠાવાડાના ખેડૂતો કે જેઓ અહીં વરસાદ અને પૂરને કારણે તબાહ અને બરબાદ થઈ ગયા છે તેમના માટે આર્થિક મદદનો એક પૈસો પણ કેમ નથી મોકલ્યો? ફડણવીસે કહ્યું કે જો મહાવિકાસ આઘાડી ખેડૂતોનું સારૂ ઈચ્છનારી સરકાર હોય તો તેમના માટે આર્થિક પેકેજ જાહેર કરે. ફડણવીસના જવાબમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે આર્થિક મદદની માંગ કેન્દ્ર પાસેથી કરવામાં આવી છે. ફડણવીસ કેન્દ્ર તરફથી રાહત કેમ નથી અપાવતા?

 

આ પણ વાંચો : No Power Crisis in Mumbai: કોલસા સંકટ હોવા છતાં વીજકાપ નહીં, મુંબઈ ‘પાવરફુલ’

Next Article