મુંબઈ મહાનગરપાલિકાના તમામ કૌભાંડોની તપાસ થશે, ફડણવીસની જાહેરાત બાદ શિવસેનાના તણાવમાં

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી રાજકીય મહૌલ ગરમાયો છે. હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે બુધવારે મુંબઈ મહાનગરપાલિકાના (Municipal Corporation) કામકાજને લઈને વિધાનસભામાં ભારે ચર્ચા થઈ હતી.

મુંબઈ મહાનગરપાલિકાના તમામ કૌભાંડોની તપાસ થશે,  ફડણવીસની જાહેરાત બાદ શિવસેનાના તણાવમાં
Mumbai BMC
Image Credit source: file photo
| Edited By: | Updated on: Aug 24, 2022 | 11:27 PM

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી રાજકીય મહૌલ ગરમાયો છે. હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે બુધવારે મુંબઈ મહાનગરપાલિકાના (Municipal Corporation) કામકાજને લઈને વિધાનસભામાં ભારે ચર્ચા થઈ હતી. BMCના કામોમાં ગોટાળાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, સીજી દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના કામનું વિશેષ ઓડિટ કરવામાં આવશે. શિંદે સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત શિવસેના માટે ટેન્શન વધારનાર છે. બુધવારે વિધાનસભામાં ભ્રષ્ટાચાર અને BMCની કામગીરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. આ જ મુદ્દા પર બોલતા ફડણવીસે આ જાહેરાત કરી હતી.

વિધાનસભામાં ભાજપના સભ્યોએ કરોડોના કોરોના સમયના કૌભાંડમાં BMC દ્વારા ભ્રષ્ટાચાર, રોડ બાંધકામમાં ભ્રષ્ટાચાર, આશ્રય યોજનામાં ભ્રષ્ટાચાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમના કોન્ટ્રાક્ટના ગંભીર આક્ષેપો કર્યા હતા. જેના માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ કૌભાંડોની તપાસની જાહેરાત કરી હતી. શિવસેના છેલ્લા 25 વર્ષથી BMCમાં સત્તા પર છે. તેથી આવનારી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આ ભ્રષ્ટાચારની તપાસની જાહેરાતથી શિવસેના (ઠાકરે જૂથ) પરેશાન થાય તે સ્વાભાવિક છે. આવનારી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે શિંદે સરકારે આ મોટો દાવો રમ્યો છે.

શહેરી વિકાસ વિભાગ કરશે BMCના કૌભાંડોની તપાસ

આજે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાજપના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, BMC કર્મચારીઓની પોતાની કંપની છે. તેઓ પોતાની કંપનીઓને તમામ કોન્ટ્રાક્ટ આપે છે અને આ રીતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડોના કૌભાંડો વર્ષોથી ચાલી રહ્યા છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે શહેરી વિકાસ વિભાગ દ્વારા સમય મર્યાદામાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવશે.ધારાસભ્ય આશિષ શેલારે આક્ષેપ કર્યો હતો કે મુંબઈ મહાનગરપાલિકાની 480 શાળાઓમાં શરૂ કરાયેલા વર્ચ્યુઅલ ક્લાસરૂમના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભાજપના ધારાસભ્યોએ વિધાન ભવનના પગથિયા પર આંદોલન પણ કર્યું હતું.

BMCએ 25 વર્ષમાં કર્યું 3 લાખ કરોડનું કૌભાંડ

ભાજપના ધારાસભ્ય અમિત સાટમે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 25 વર્ષમાં BMCમાં 3 લાખ કરોડનું કૌભાંડ થયું છે. તેણે મુંબઈના એરેન્જેલ બીચ પર બનેલા ગેરકાયદે સ્ટુડિયોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મિલિંદ દેવરાએ મુંબઈના રોડ નિર્માણ કામોના કૌભાંડની સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં BMCએ મુંબઈના રસ્તાઓના સમારકામ અને નિર્માણ માટે 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને રસ્તાઓની સ્થિતિ જણાવવાની જરૂર નથી.

Published On - 11:26 pm, Wed, 24 August 22